fbpx
રાષ્ટ્રીય

મિસ વર્લ્ડ ૨૦૨૧નું ફિનાલે થયું રદ: ૧૭ સ્પર્ધકો કોરોના પોઝિટીવ

હૈદરાબાદની મનસા વારાણસી આ વખતે મિસ વર્લ્‌ડ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા પ્યુર્ટો રિકો ગઈ છે. જાે કે તે કોરોનાના કહેરથી દૂર છે અને સમગ્ર દેશના લોકો તેની જીત માટે પ્રાર્થના કરી રહ્યા છે. મિસ વર્લ્‌ડ ૨૦૨૧ આ વખતે પ્યુર્ટો રિકોમાં યોજાઈ રહી છે. ત્યાંના આરોગ્ય વિભાગે પુષ્ટિ કરી છે કે લગભગ ૧૭ ઉમેદવારો અને કર્મચારીઓના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે.મિસ વર્લ્‌ડ ૨૦૨૧ સ્પર્ધા રદ કરવામાં આવી છે. આ ઈવેન્ટ પર કોરોનાની એન્ટ્રી બાદ આયોજકોએ આ ર્નિણય લીધો છે. તમને જણાવી દઈએ કે ૧૭ જેટલા સ્પર્ધકોના અને ઇવેન્ટના કર્મચારીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ આયોજકોને આ ર્નિણય લેવાની ફરજ પડી હતી. પ્યુર્ટો રિકોમાં આજે સવારે લગભગ ૪.૩૦ વાગ્યે આ કાર્યક્રમ યોજાવાનો હતો. ભારતમાંથી મનસા વારાણસી આ સ્પર્ધામાં પોતાની પ્રતિભા અને નસીબ અજમાવવા આવી છે. જેની જીત માટે આખો દેશ પ્રાર્થના કરી રહ્યો હતો. આરોગ્ય વિભાગ અને તબીબી નિષ્ણાંતોની સલાહ બાદ આ કાર્યક્રમ ૯૦ દિવસની અંદર યોજવાની જાહેરાત કરવામાં આવી છે. જાે કે સ્પર્ધકોને કોરોનાના કહેરથી દૂર રાખવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા, પરંતુ તમામ સાવચેતી પછી પણ આ સ્પર્ધા પર કોરોનાનું ગ્રહણ લાગ્યુ હતુ. આ સમયે સમગ્ર વિશ્વ ઓમિક્રોનના ભય હેઠળ છે અને આયોજકો તેને ધ્યાનમાં રાખીને કોઈ જાેખમ લેવા તૈયાર નથી કારણ કે સમગ્ર વિશ્વની નજર આ સ્પર્ધા પર છે અને સ્પર્ધકો વિશ્વના ખૂણે ખૂણેથી આવ્યા છે.

Follow Me:

Related Posts