ફરી એકવાર શ્રીલંકા આવ્યું ચર્ચામાં. હાલમાં યોજાયેલી એક પ્રતિયોગિતા બાદ જે થયું એ જાેઈને દુનિયા ચોંકી ગઈ. એના વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ ઝડપથી વાયરલ થઈ રહ્યાં છે. ન્યૂયોર્કમાં પહેલીવાર ન્યૂયોર્કમાં પહેલી જ વાર મિસ શ્રીલંકા બ્યૂટી પેજન્ટ ઓર્ગેનાઇઝ કરવામાં આવી હતી. હવે આ સ્પર્ધાનો એક વીડિયો સામે આવ્યો છે. અત્યાર સુધી તમે ફેશન અને ગ્લેમર ફિલ્ડ સાથે જાેડાયેલી અનેક સ્પર્ધા જાેઈ હશે પણ આ સ્પર્ધાનો વીડિયો જાેઈને તમે પણ અચંભિત થઈ જશો. સ્પર્ધકો અચાનક હિંસક બની ગયા અને થઈ છુટ્ટા હાથની મારામારી. ત્યાં હાજર લોકો અને મીડિયાએ આ ઘટનાને કેમેરામાં કેદ કરી. અને હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાગુવેગે વાયરલ થઈ રહ્યાં છે. આ વીડિયોમાં મિસ શ્રીલંકાની સ્પર્ધકોનું હિંસક સ્વરૂપ જાેવા મળ્યું છે. આફ્ટર પાર્ટીમાં મિસ શ્રીલંકાની સ્પર્ધકોએ મારામારી કરી હતી અને હોટલને નુકસાન પહોંચાડ્યું હતું. વીડિયો વાઇરલ થતાં જ યુઝર્સે મિસ શ્રીલંકા સ્પર્ધાની ઘણી જ આલોચના કરી હતી. કેટલાંકે વિનર્સ પાસેથી તાજ પરત લેવાની માગણી કરી છે. ન્યૂયોર્કના સ્ટેટન આઇલેન્ડમાં મિસ શ્રીલંકા સ્પર્ધાનું આયોજન થયું હતું. ૧૪ સ્પર્ધકો તથા ૩૦૦ ગેસ્ટ સામેલ થયા હતા. વિનરની જાહેરાત બાદ આફ્ટર પાર્ટી યોજવામાં આવી હતી. અહીંયા સ્પર્ધકો વચ્ચે ઝઘડો થયો હતો. જાેત-જાેતામાં તમામ સ્પર્ધકો વચ્ચે છુટ્ટાહાથની મારામારી થઈ હતી. મહિલાઓની સાથે પુરુષોએ પણ માર માર્યો હતો.
આ ઝઘડા દરમિયાન હોટલની પ્રોપર્ટીને ઘણું જ નુકસાન પહોંચ્યું હતું. ઝઘડાને શાંત પાડવા પોલીસને બોલાવવામાં આવી હતી. પોલીસે ઘણા લોકોની ધરપકડ કરી હતી. ઝઘડો કઈ વાત પર થયો અને તેનું અસલી કારણ શું હતું, તે વાત હજી સામે આવી નથી. મિસ શ્રીલંકા બનેલી એન્જેલિના ઝઘડામાં સામેલ હતી કે નહીં, તે હજી સુધી સ્પષ્ટ થયું નથી. જાેકે, આ સમગ્ર મામલો સામે આવતા અને વીડિયો વાયરલ થતા હવે ઢાંકપીછોડો કરવા માટે આ ઈવેન્ટના ઓર્ગેનાઈઝર સામે આવ્યાં છે. ઓર્ગેનાઇઝર સુઝાની ફર્નાડોએ ન્યૂયોર્ક પોસ્ટને આપેલા એક ઇન્ટરવ્યૂમાં ચોખવટ કરતા કહ્યું હતું કે મિસ શ્રીલંકામાં ભાગ લેનાર ૧૪ સ્પર્ધકોમાંથી કોઈ પણ આ ઘટનામાં સામેલ નહોતું. જાેકે, વાઇરલ વીડિયોમાં કેટલીક સ્પર્ધક જાેવા મળે છે. વીડિયો વાઇરલ થતાં યુઝર્સે શ્રીલંકાના બ્યૂટી સ્પર્ધા તથા મિસ શ્રીલંકાની આકરી ટીકા કરી હતી. અનેક યુઝરે કહ્યું હતું કે શ્રીલંકાની દરેક ઇવેન્ટ ઝઘડા સાથે જ પૂરી થાય છે. પછી તે બાળકો રિલેટેડ હોય કે મોટાની. અનેક યુઝર્સે આ ઘટનાને શરમજનક ગણાવીને વિનર પાસેથી ક્રાઉન પરત લેવાની માગણી કરી હતી. એક અહેવાલ પ્રમાણે, ઇવેન્ટ ઓર્ગેનાઇઝરે ન્યૂયોર્કના સ્ટેટ આઇલેન્ડમાં શ્રીલંકનની વસ્તી વધુ હોવાથી અહીંયા ઇવેન્ટ યોજી હતી. ઓર્ગેનાઇઝર ઇવેન્ટમાંથી થયેલી કમાણી નેશનલ કેન્સર હોસ્પિટલમાં દાન કરવા માગતા હતા. જાેકે, આ ઇવેન્ટ હવે સ્ટેટ આઇલેન્ડની બદનામીનું કારણ બનતું દેખાય છે.



















Recent Comments