મીડિયામાં નિવેદન આપનાર વિદ્યાર્થીને જાનથી મારી નાખવાની ધમકી, પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી

વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં સાયન્સ ફેકલ્ટીના બોટની ડિપાર્ટમેન્ટમાં યુવતી નમાઝ પડતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેને લઇ આ વીડિયો સંદર્ભે મીડિયામાં નિવેદન આપનાર કુલદીપ જાેષીને જાનથી મારી નાખવાની ધમકી મળતા સયાજીગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. ત્યારે નમાજ મામલે વિદ્યાર્થીને ધમકી આપનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સયાજીગંજ પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર એમ. એસ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના બોટની વિભાગમાં યુવતી દ્વારા નમાજ પઢવાનો વીડિયો વાયરલ થયો હતો. આ અંગે યુનિવર્સિટીના વિદ્યાર્થી કુલદીપ જાેષી દ્વારા આ બાબતે મીડિયામાં નિવેદન આપવામાં આવ્યુ હતુ.
રાત્રે કુલદીપ જાેષીને મોબાઈલ ફોનથી બીભત્સ ગાળો બોલી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બાબત અંગે કોલેજમાં રોયલ ક્લબ ઓફ સાયન્સ ગ્રુપમાં જાણ કરી હતી.દરમિયાન, કુલદીપ જાેષી કોલેજમાંથી પોતાનો કલાસ ભરી પરત ઘરે જવા રવાના થતા ગેટ પર અમ્માર ગજીયાવાલા (રહે. નાગરવાળા, વડોદરા) કોમર્સ કોલેજની સામે રોડ પર મળેલ અને તેણે એમએસ યુનિવર્સિટીમાં મુસ્લિમ છોકરી નમાજ બાબતે મીડિયામાં બાઈટ આપી હતી. જેને લઇ સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયો છે અને આ બાબતને લઈ કુલદીપ જાેષીને બીભત્સ ગાળો બોલી અને જાનથી મારી નાખવાની ધમકી આપી નીકળી ગયો હતો. જેને લઈ યુનિવર્સિટી વિદ્યાર્થી દ્વારા સયાજીગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
ફરિયાદ અંગે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને વિદ્યાર્થીને ધમકી આપનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં વારંવાર નમાજ પડવાના વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેને ધ્યાનમાં લેતા વડોદરા શહેર પોલીસ કમિશનર ડોક્ટર શમશેર સિંઘ દ્વારા સૂચનો આપવામાં આવ્યા છે. એમ એસ યુનિવર્સિટીના શૈક્ષણિક સંકુલમાં શાંતિનું વાતાવરણ ખોરવાયુ હોવાના કારણે આ કેમ્પડમાં લો એન્ડ ઓડરની પરીસ્થિતિ જળવાઈ રહે તે સંદર્ભે એમ એસ યુનિવર્સિટી દ્વારા પોલીસને જાણ કરાઈ છે જે સંદર્ભે તાપસ મદદનીશ પોલીસ કમિશ્નર ડી જે ચાવડા કરશે.એમ.એસ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના બોટની ડિપાર્ટમેન્ટના રૂમમાં એક યુવતી વાયરલ વીડિયોમાં નમાઝ પઢતી જાેવા મળી હતી.
આ વીડિયો હોવાનું સામે આવ્યું હતું. આ અગાઉ પણ એમ.એસ યુનિવર્સિટી બે અલગ અલગ નમાઝના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા જેને લઇ અગાઉ યુનિવર્સિટી વિવાદમાં આવી હતી. યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા કડક પગલાં ન લેવાતા ફરી એકવાર સાયન્સ ફેકલ્ટીની બોટની વિભાગનો જ નમાઝ પઢવાનો વીડિયો વાયરલ થયો છે. વાયરલ વીડિયોને લઈ હિન્દૂ સંગઠનો દ્વારા રજુઆત કરવામાં આવી હતી અને આજે એમ એસ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે શૈક્ષણિક કર્યા સિવાય કોઈ પણ ધાર્મિક પ્રવૃત્તિ નહીં કરી શકાય.
Recent Comments