fbpx
અમરેલી

મુંજીયાસરના ભાજપના કાર્યકર્તાનું નિધન થતા પરિવારની જવાબદારી ભાજપ સંભાળશે

ભારતીય જનતા પાટી  એક વિશાળ પરિવાર હોવાની પ્રતિતિ આજે સૌ કોઈ કરી રહયા છે. અમરેલી જીલ્‍લાના બગસરા તાલુકાના મુંજીયાસર ગામના ભારતીય જનતા પક્ષના ઉત્‍સાહી અને યુવા કાર્યકર્તાનું પ્રચારકાર્ય દરમ્‍યાન અવસાન થતા પરિવાર  ઉપર આવી પડેલ દુઃખમાં સૌ કોઈ સધિયારો આપી રહયા છે.

પ્રવર્તમાન ચૂંટણી પ્રચારાર્થે અમરેલી જીલ્‍લાના પ્રવાસે આવેલા પૂર્વ પ્રદેશ ભાજપ અઘ્‍યક્ષ જીતુભાઈ વાઘાણીએ મોટા મુંજીયાસર ખાતે સદ્ગત કાળુભાઈ રાદડીયાના આત્‍માને શ્રઘ્‍ધાંજલી પાઠવી હતી અને તેમના નાના સંતાન દીકરો હરસીત અને દીકરી ઘ્‍યાનાનાં અભ્‍યાસની જવાબદારી સ્‍વિકારીને ભારતીય જનતા પક્ષનો એક..એક..કાર્યકર પરિવાર છે  તેની ભાળ-સંભાળ રાખવાનો ઉદાહરણિય પ્રયાસ કરવામા આવેલ. આતકે રમેશભાઈ સતાસીયા, જયેશભાઈ ટાંક ભાજપ કાર્યાકર્તાઓ સાથે ઉપસ્‍થિત રહયાનું કાર્યાલયની યાદીમા જણાવાયેલ છે.

Follow Me:

Related Posts