ડિરેક્ટોરેટ ઑફ રેવન્યૂ ઈન્ટેલિજન્સ અમદાવાદે મુન્દ્રા પોર્ટ પરથી વિદેશી બ્રાન્ડની ૩૩ કરોડની સિગારેટ ભરેલું કન્ટેનર જપ્ત કર્યું હતું અને વધુ તપાસ હાથ ધરી છે.ડીઆરઆઈને બાતમી મળી હતી કે મુન્દ્રા પોર્ટ પર કન્ટેનરમાં રેડિમેડ ગારમેન્ટ્સની આડમાં વિદેશી બ્રાન્ડની સિગારેટની દાણચોરી કરવામાં આવી રહી છે. ડીઆરઆઇએ કન્ટેનરને ઓળખીને ટ્રેક કરી લીધું હતું. કન્ટેનરની તપાસમાં માન્ચેસ્ટર બ્રાન્ડ સિગારેટના ૭૭૨ કાર્ટુન (લગભગ ૭૭,૨૦,૦૦૦ નંગ) પકડાયા હતા. મેક આઈસ બ્રાન્ડ સિગારેટના ૩૨૮ કાર્ટુન જેમાં લગભગ ૩૨,૮૦,૦૦૦ સિગરેટ હતી. જ્યારે માન્ચેસ્ટર બ્રાન્ડ સિગારેટના રોયલ રેડ વેરિઅન્ટના ૫૦ કાર્ટુનમાં લગભગ ૫,૦૦,૦૦૦ સિગરેટનો જથ્થો હતો. તમામ સિગારેટનું મૂલ્ય આશરે ૩૩ કરોડ રૂપિયા થવા જાય છે.
તપાસમાં હાલ ડીઆરઆઇએ હજી સુધી કોઇની ધરપકડ કરી નથી. ચાલુ નાણાકીય વર્ષમાં ડીઆરઆઇ અમદાવાદ દ્વારા સિગારેટ અને ઈ-સિગારેટની આ પાંચમી મોટી જપ્તી છે. જપ્તીઓની કુલ કિંમત રૂ.૧૩૫ કરોડને વટાવી ગઈ છે. એપ્રિલ ૨૦૨૨માં ૧૭ કરોડની વિદેશી બ્રાન્ડની સિગારેટ જપ્ત કરવામાં આવી હતી. સપ્ટેમ્બરમાં રૂ. ૬૮ કરોડની કિંમતની ઇ-સિગારેટની બે જપ્તીઓ કરવામાં આવી હતી. આ મહિનાની શરૂઆતમાં, મુન્દ્રા પોર્ટ પરથી રૂ. ૧૭ કરોડની કિંમતની વિદેશી બ્રાન્ડની સિગારેટનું બીજું કન્ટેનર જપ્ત કરવામાં આવ્યું છે. આ જપ્તીઓ દેશમાં સિગારેટ અને ઈ-સિગારેટની દાણચોરીને રોકવા માટે ડીઆરઆઇ દ્વારા કરવામાં આવી હતી. ડીઆરઆઈ સુરત પ્રાદેશિક એકમના અધિકારીઓને જાણવા મળ્યું હતું કે, એક જ્વેલરી યુનિટ સ્ટેનલેસ સ્ટીલ બ્રેસલેટ તરીકે ખોટી જાહેરાત કરી સુરત સેઝ સચિન ખાતેથી ભારતમાં સોના, હીરા અને બ્રાન્ડેડ ઘડિયાળો જેવી સામગ્રીની દાણચોરી કરવા પ્રયાસ કરી રહ્યું છે.
વિદેશથી મગાવેલા આ કન્ટેનરમાં છુપાવેલી વસ્તુઓને કસ્ટમ ડ્યૂટીથી બચાવીને સેઝ બહાર નીકાળવાનો પ્રયાસ કરાયો હતો. આ માહિતીને આધારે માલની ઓળખ કરાઈ હતી અને તેને ટ્રેક કરાયો હતો.તપાસ કરતા તેમાંથી ૩ કિલો સોનું, ૧૨૨ કેરેટ ડાયમંડ, પ્રીમિયમ બ્રાન્ડેડ ઘડિયાળો મળી આવ્યાં હતાં. ડીઆરઆઈએ જપ્ત કરેલા દાણચોરીના આ માલસામાનની કિંમત ૨૦૦ કરોડથી વધુની થાય છે.માલસામાનની તપાસ કરાતા તેમાંથી એક કિલો સોનાના ૩ બિસ્કિટ, ૧૨૨ કેરેટ વજનના હીરા, રોલેક્સ અને કાર્ટિયર બ્રાન્ડ્સની ૩ પ્રીમિયમ બ્રાન્ડેડ ઘડિયાળો, ડાયલ્સ, સ્ટ્રેપ વગેરે જેવી બ્રાન્ડેડ ઘડિયાળોના ભાગો સહિતનો અંદાજે રૂ. ૧.૭૫ કરોડનો માલ જપ્ત કરાયો હતો.
તાજેતરમાં ડીઆરઆઈ સુરત દ્વારા સેઝમાંથી ૨૦૦ કરોડથી વધુની કિંમતનું સોનું, હીરા અને પ્રીમિયમ બ્રાન્ડેડ ઘડિયાળોની દાણચોરી ઝડપી હતી. દિવાળી અગાઉ માર્કેટમાં તેજી વચ્ચે ડીજીજીઆઇની ટીમે વરાછામાં ઓટો પાર્ટસના વેપારીને ત્યાં તપાસ કરી હતી. રેગ્યુલર રિટર્ન કે ટેક્સ નહીં ભરનાર આ વેપારીના હિસાબો તપાસીને અધિકારીઓએ ૧૦ કરોડથી વધુની ટેક્સ ચોરીનો કેસ ઊભો કરી દીધો હતો. આ વેપારીએ હજી એકેય રૂપિયો ટેક્સ, પેનલ્ટી કે વ્યાજ ન ભર્યું હોવાનું અધિકારી સૂત્રો જણાવી રહ્યા છે. ઓટો પાર્ટસ જ્યાં-જ્યાં સપ્લાય થયા ત્યાં પણ તપાસ થઈ શકે છે.
સ્પેશિયલ ડેટા બેઝ અને બાતમીના આધારે વરાછાના એક ઓટો પાર્ટસના વેપારીને ત્યાં દરોડા પડ્યા હતા. જીએસટી રજિસ્ટ્રેશન ધરાવનારા આ વેપારીએ યોગ્ય અને વ્યવસ્થિત રીતે રિટર્ન ફાઇલ કર્યા ન હતા. વેચેલો બધો જ માલ પણ ચોપડે બતાવ્યો ન હતો. આ ઉપરાંત ક્રેડિટ લઇને તેને પાસઓન પણ કરી હતી. આથી ટીમે દરોડા પાડ્યા હતા. બાકી નિકળતી ટેક્સની રકમ પૈકી વેપારીએ રૂપિયા ન ભર્યા હોવાની માહિતી છે. દરમિયાન આ વેપારીએ જે માલ લીધો છે અને જેને-જેને વેચ્યો છે ત્યાં પણ તપાસ થઈ શકે છે.
Recent Comments