મુંબઈના મિલિંદ નાર્વેકરના બંગલા પર બુલડોઝર ભર્યું
દાપોલીમાં મુરુડના સમુદ્રકિનારે નાર્વેકરનો બંગલો છે. આ બંગલાના બાંધકામ માટે સીઆરઝેડના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાની ફરિયાદ સોમૈયાએ કેન્દ્રીય પર્યાવરણ વિભાગ પાસે કરી હતી. નાર્વેકરના બંગલો સાથે અન્ય બંગલાઓનો પણ તેમાં સમાવેશ થાય છે. આ વિશે ફરિયાદ કરવામાં આવી હતી. હવે પ્રત્યક્ષ કાર્યવાહી શરૂ થયા પછી સૌપ્રથમ નંબર નાર્વેકરના બંગલાના લાગ્યો હોવાનું દેખાયું છે.બંગલો પાડવાની કાર્યવાહી શરૂ થયા પછી કરી બતાવ્યું… મિલિંદ નાર્વેકરનો બંગલો તોડ્યો. મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેના અંગત સચિવ મિલિંદ નાર્વેકરનો મુરુડમાં સ્થિત બંગલો તોડવાનું કામ શરૂ થયું છે. સીઆરઝેડ નિયમોનું ઉલ્લંઘન કરીને બાંધકામ કર્યાનો આરોપ નાર્વેકર પર કરવામાં આવ્યો હતો. ભાજપના નેતા કિરીટ સોમૈયાએ આ મુદ્દો ઉપાડ્યો હતો. મુરુડ દાપોલીના સમુદ્રકિનારે મખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેના સચિવ મિલિંદ નાર્વેકરનો ગેરકાયદે બંગલો પાડવાનું કામ શરૂ થયું છે. હવે પછી મંત્રી અનિલ પરબના રિસોર્ટનો નંબર આવશે. હું આવતીકાલે દાપોલીમાં જઈને તોડકામનું નિરીક્ષણ કરવાનો છું, એમ સોમૈયાએ રવિવારે ટ્વીટ કર્યું હતું. આ સાથે તેમણે નાર્વેકરનો બંગલો તોડવામાં આવતો હોવાનો વિડિયો પણ શેર કર્યો છે.
કોઈ પણ પ્રાધિકરણ પાસેથી પરવાનગી લીધી નથી. અનિલ પરબના બંગલો પર નાર્વેકર જતા હોય છે અને નાર્વેકરના બંગલો પર પરબ જતા હોય છે અને આ બંનેના બંગલોનું ધ્યાન ઠાકરે પિતા- પુત્ર રાખે છે, એવો આરોપ સોમૈયાએ કર્યો હતો. સોમૈયાએ અગાઉ જણાવ્યું હતું કે મિલિંદ નાર્વેકરે દાપોલી- મુરુડ સમુદ્રકિનારે અનિલ પરબના ઘરથી થોડા ફૂટના અંતરે ભવ્ય બંગલો બાંધવાનું શરૂ કર્યું છે. આ બંગલો માટે સમુદ્રકિનારે સાડાચારસો ઝાડ કાપવામાં આવ્યાં. આજે તે જગ્યાની કિંમત રૂ. ૧૦ કરોડ છે. બે માળના બંગલોનું બાંધકામ ચાલુ છે અને મોટે ભાગે તેને માર્ગદર્શન પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરેનું છે.
Recent Comments