મુંબઈમાં ભાટિયા હોસ્પિટલ નજીક ૨૦ માળની એક બહુમાળી ઈમારતમાં આગ લાગી હતી. આ ભીષણ આગમાં ઓછામાં ઓછા ચાર લોકો ઘાયલ થયા હોવાના સમાચાર મળી રહ્યા છે.મળતી માહિતી મુજબ શહેરના ગોવાલિયા ટાંકી વિસ્તારમાં નાના ચોક પર આવેલી કમલા બિલ્ડીંગના અઢારમા માળે સવારે ૭ઃ૩૦ વાગ્યે આ આગ લાગી હતી. ઘાયલ થયેલા લોકોને હાલ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.હાલ ૧૩ ફાયર બ્રિગેડનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો છે.
આ ભીષણ આગને કાબુમાં કરવા હાલ મથામણ કરવામાં આવી રહી છે. આ પહેલા ૧૦ જાન્યુઆરીના રોજ મુંબઈ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી હતી. અહીં મુસાફરોથી ભરેલી એર ઈન્ડિયાની ફ્લાઈટને ટોઈંગ કરતા વાહનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. થોડી જ વારમાં એરપોર્ટના રનવે પર આગ લાગતા લોકોમાં અફરા તફરીનો માહોલ જાેવા મળ્યો હતો. જાે કે, ફાયર બ્રિગેડ દ્વારા સમયસર આગ પર કાબુ મેળવી લેવામાં આવતા મોટી જાનહાનિ ટળી હતી. જ્યારે એજ દિવસે મુંબઈના ભાયખલા વિસ્તારમાં આગની ઘટના બની હતી.
ભાયખલા વિસ્તારમાં આવેલા લાકડાના ગોડાઉનમાં સવારે ભીષણ આગ લાગી હતી. અચાનક લાગેલી આગનાકારણે આસપાસના વિસ્તારમાં ગભરાટનો માહોલ જાેવા મળ્યો હતો. અહેવાલો અનુસાર, આગની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ૮ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સાથે જ એમ્બ્યુલન્સ પણ સ્થળ પર તૈયાર રાખવામાં આવી હતી.ત્યારે વારંવાર શહેરમાં આગ લાગવાની ઘટનાને લઈને હાલ તંત્ર પર સવાલો ઉઠી રહ્યા છે.
Recent Comments