fbpx
બોલિવૂડ

મુંબઈમાં જાવેદ અખ્તરે સાત વાર લગાવ્યા ‘જય સીયારામ’ના નારા

દેશમાં ધર્મ અને રાજકારણને લગતી અનેક નાની મોટી ઘટનાઓને લઈને પોતના આગવા વિચાર, કોઈની પણ શેહશરમ વિના ર્નિભય રીતે વ્યક્ત કરનાર, બોલીવુડના જાણીતા ગીતકાર અને લેખક જાવેદ અખ્તરે મુંબઈમાં એક કાર્યક્રમમાં જય સીયારામના નારા લગાવ્યા. જાવેદ અખ્તરે, જાહેર મંચ પરથી જય સીયારામના નારા એક વાર નહી, બે વાર નહી, ત્રણ વાર નહી પરંતુ તેમના વક્તવ્યમાં કુલ સાત વાર જય સીયારામના નારા લગાવ્યા અને અનેકવાર રામાયણ અને રામનુ નામ લીધુ. જાવેદ અખ્તરે માત્ર જય સીયારામના નારા જ લગાવ્યા એટલું નહીં,

પરંતુ જાવેદ અખ્તરે દિપોત્સવી અંગે મનસે દ્વારા આયોજીત જાહેર કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ કોઈની પાસે પણ જય સીયારામના નારા બોલાવ્યા પણ ખરા અને કહ્યું કે હવેથી જય સીયારામ કહેજાે.. મુંબઈમાં મનસે દ્વારા આયોજીત દિવાળી પર્વને લગતા એક જાહેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મનસેના વડા રાજ ઠાકરે, જાણીતા ફિલ્મ લેખક સલિમ સહિતના અનેક જાણીતા લોકો ઉપસ્થિત રહ્યાં હતા. દિપોત્સવી કાર્યક્રમમાં સંબોધન કરતા જાણીતા લેખક-ગીતકાર જાવેદ અખ્તરે રામાયણને ટાંકીને કહ્યું હતું કે, ભગવાન રામ અને સીતા આર્દશ પતિ પત્ની છે. તેમણે રામાયણમાં લખાયેલ ચોપાઈને ટાકીને કહ્યું કે, જ્યારે રામ વનવાસ જતા હતા ત્યારે આર્દશ પતિ તરીકે રામે સીતાને પુછ્યું હતું કે તમે કેમ મારી સાથે વનમાં આવો છે.

આ વાત કરવામાં રામની સીતા પ્રત્યે ચિંતા છે. જાવેદ અખ્તરે ભારતની સંસ્કૃતિનો ઉલ્લેખ કરતા કહ્યું કે, કેટલાય દેવતા-ભગવાન છે, પરંતુ આપણે આર્દશ પતિ પત્નીની વાત કરીએ તો સૌથી પહેલા રામ અને સીતાનો વિચાર આપણા મનમાં આવે. જય સીયારામ પ્રેમ અને એકતાનું સૌથી સારામાં સારુ ઉદાહરણ છે તેમ તેમણે જણાવ્યું.. જાવેદ અખ્તરે મંચ પરથી જણાવ્યું કે, ભગવાન રામ અને સીતા માત્ર હિન્દુઓના દેવી દેવતા નથી પરંતુ ભારતની સંસ્કૃતિનો વારસો છે. તેમણે હિન્દુ ધર્મના સાંસ્કૃતિક મહત્વ ઉપર પણ ભાર મૂક્યો હતો. બોલીવૂડના જાણીતા ગીતકાર અને લેખક જાવેદ અખ્તરે કેટલાક લોકો અસહિષ્ણુ જ રહ્યાં છે. હિન્દુઓ એવા નથી. હિન્દુઓ ઉદાર અને મોટા દિલવાળા છે. આ હિન્દુ સંસ્કૃતિ છે. સભ્યતા છે. મનસે દ્વારા યોજાયેલા દિપોત્સવી કાર્યક્રમમાં જાવેદ અખ્તરે, તેમના સંબોધનના અંતમાં સૌ કોઈને અપીલ કરતા કહ્યું હતું કે, આજથી જય સિયારામ બોલજાે. આ પહેલા તેમણે તેમના વ્યકતવ્યમાં કહ્યું કે તેઓ લખનૌના છે. તેઓ જ્યારે બાળક હતા ત્યારે જાેતા હતા કે, અમીર અને શિક્ષિત લોકો એકબીજાને ગુડ મોર્નિગ કહેતા હતા. પરંતુ સામાન્ય માણસ એક બીજાને મળે ત્યારે જય સિયારામ કહીને એકબીજાનું અભિવાદન કરતા હતા. આ શબ્દમાં પ્રેમ છે લાગણી છે અને એકતાનુ પ્રતિક છે.

Follow Me:

Related Posts