fbpx
બોલિવૂડ

મુંબઈમાં તાઉ-તે વાવાઝોડાથી સલમાન તથા અજયની ફિલ્મના સેટ ખેદાન-મેદાન, લાખોનું નુકસાન

વાવાઝોડું તાઉ-તેએ કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર તથા ગુજરાતના ઘમરોળ્યું છે. હવે તાઉ-તેથી થયેલા નુકસાનનો અંદાજાે મેળવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. મુંબઈમાં અનેક જગ્યાએ ભારે વરસાદ પડ્યો હતો અને તે જ કારણે ફિલ્મસિટી સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. આ જ કારણે ફિલ્મ માટે તૈયાર કરવામાં આવેલા સેટ પર પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને પ્રોડ્યૂસર્સને લાખોનું નુકસાન થયું છે.
સલમાન ખાનની ફિલ્મ ‘ટાઈગર ૩’નો સેટ તબાહ થઈ ગયો છે. રિપોર્ટ પ્રમાણે, વાવાઝોડાને કારણે અનેક સેટ્‌સને ભારે નુકસાન થયું છે. દુબઈના એક માર્કેટનો સેટ અપ ગોરેગાંવના જીઇઁહ્લ ગ્રાઉન્ડમાં ‘ટાઈગર ૩’ માટે બનાવવામાં આવ્યો હતો. વાવાઝોડાને કારણે સેટનું ઘણું જ નુકસાન થયું છે. ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયન સિને એમ્પ્લોયઝ ના પ્રમુખ બી એન તિવારીએ કહ્યું, ‘ફિલ્મસિટી ગ્રીન બેલ્ટ છે. અહીંયા સૌથી વધુ નુકસાન થયું છે. ભગવાનનો આભાર કે શહેરમાં શૂટિંગ થતું નહોતું. આથી માત્ર સંપત્તિને નુકસાન થયું છે. કોઈનો જીવ ગયો નથી. સેટ્‌સનો મોટા પાયે વિનાશ થયો છે.’ ‘ટાઈગર ૩’ને યશરાજ બેનર પ્રોડ્યૂસ કરે છે અને ફિલ્મને મનિષ શર્મા ડિરેક્ટ કરે છે. આ ફિલ્મમાં કેટરીના લીડ રોલમાં છે.
અજય દેવગનની ફિલ્મ ‘મૈદાન’ના સેટને તાઉ-તેએ ખેદાન-મેદાન કરી નાખ્યો છે. અજય દેવગન અહીંયા ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ કરવાનો હતો. જાેકે, સેટને મોટાપાયે નુકસાન થયું છે.
જ્યારે વાવાઝોડું આવ્યું ત્યારે સેટ પર ૪૦ લોકો હાજર હતા. તેમણે ફૂટબોલ ગ્રાઉન્ડને બચાવવાનો શક્ય તેટલો પ્રયાસ કર્યો હતો, જાેકે, તેમના પ્રયાસો સદંતર નિષ્ફળ રહ્યાં હતાં.
‘મૈદાન’ના સેટને બીજીવાર નુકસાન થયું છે. ૧૬ એકરમાં ફેલાયેલો આ સેટ ગયા વર્ષે મે મહિનામાં તોડી પાડવામાં આવ્યો હતો. તે સમયે લૉકડાઉન હોવાથી પ્રોડ્યૂસર્સ વરસાદને કારણે આખો સેટ તોડ્યો હતો. જાેકે, કોલકાતા તથા લખનઉમાં કેટલાંક ઇનડોર તથા આઉટડોર સીન્સ શૂટ કરવામાં આવ્યા હતા.
વધુમાં ‘મૈદાન’ના પ્રોડ્યૂસર બોની કપૂર તથા ડિરેક્ટર અમિત શર્માને વિશ્વાસ હતો કે મે, ૨૦૨૧ પછી અનલૉક થશે. તેઓ ૧૫-૧૭ દિવસની અંદર શૂટિંગ પૂરું કરી લેશે. જાેકે, તેમની આશા પર પાણી ફરી વળ્યું છે. હવે ફરી એકવાર ફિલ્મનો સેટ આખો બનાવવો પડશે. ફિલ્મમાં અજય દેવગન ઈન્ડિયન ફૂટબોલ કોચ તથા મેનેજર સૈયદ અબ્દુલ રહીમનો રોલ પ્લે કરી રહ્યો છે. સૈયદ અબ્દુલ ૧૯૫૦થી ૧૯૬૩ સુધી ભારતીય ફૂટબોલ ટીમના કોચ તથા મેનેજર તરીકે કાર્યરત હતાં. તેમના માર્ગદર્શનને કારણે ફૂટબોલ ટીમ ૧૯૫૬માં મેલબોર્ન ઓલિમ્પિક્સમાં સેમી ફાઈનલ સુધી પહોંચી હતી. ફિલ્મમાં પ્રિયામણી ફીમેલ લીડ રોલમાં છે.

Follow Me:

Related Posts