fbpx
રાષ્ટ્રીય

મુંબઈમાં પતિએ પોતાની પત્ની પર છરીથી કર્યો હુમલો, પત્નીનું ઘટનાસ્થળે થઇ ગયું મોત

મુંબઈમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં પતિએ પત્ની કથિત રીતે બુરખો ન પહેરતા તેને મોતને ઘાટ ઉતારી દીધી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. આરોપી અને તેની પત્ની વચ્ચે બાળકની કસ્ટડીને લઈને પણ ઝગડો ચાલી રહ્યો હતો. બંન વચ્ચે બાળકની કસ્ટડીને લઈને વાત થવાની હતી, જેનો દર્દનાક અંત સામે આવ્યો છે. આ ચોંકાવનારી ઘટના વિશે ની માહિતી આપ્રકારની છે જેમાં,  પોલીસ પ્રમાણે હિન્દુ યુવતી રૂપાલીએ ૨૦૧૯માં એક મુસ્લિમ વ્યક્તિ ઇકબાલ શેખ સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ રૂપાલીએ પોતાનું નામ બદલીને ઝારા કરી લીધુ હતું. ક્ષેત્રના પોલીસ પ્રભારી વિલાસ રાઠોડે જણાવ્યું કે ઝારા છેલ્લા કેટલાક મહિનાથી પોતાના પુત્રની સાથે અલગ રહેતી હતી, કારણ કે ઇકબાલ શેખનો પરિવાર તેના પર બુરખો પહેરવા માટે દબાણ કરતો હતો. બંને વચ્ચે બાળકની કસ્ટડીને લઈને વિવાદ ચાલી રહ્યો હતો.

સોમવારે રાત્રે ૧૦ કલાકે ઝારા અને ઇકબાલ શેખ બાળકની કસ્ટડી અને તલાક મુદ્દે વાત કરવાના હતા. આ દરમિયાન પતિએ બુરખો ન પહેરવા પર બાળકની કસ્ટડીને લઈને પોતાની પત્ની સાથે જાનવરો જેવો વ્યવહાર કર્યો. થોડા સમય સુધી ચાલેલા ઝગડા બાદ તેણે પોતાની પત્ની પર છરીથી હુમલો કર્યો હતો. પીડિતાનું ઘટનાસ્થળે મોત થઈ ગયું હતું.  ઘટના બાદ ઝારાને ઓળખનાર લોકોએ પોલીસને જાણકારી આપી હતી. સ્થળ પર પહોંચેલી પોલીસે ડેડ બોડીને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા હતા. પ્રત્યક્ષદર્શીઓ પ્રમાણે મહિલાના શરીરમાંથી લોહી નિકળી રહ્યું હતું. પોલીસે જણાવ્યું કે આરોપી વિરુદ્ધ આઈપીસીની કલમ ૩૦૨ (હત્યા) હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આરોપીને કસ્ટડીમાં લઈ પોલીસ પૂછપરછ કરી રહી છે.

Follow Me:

Related Posts