રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂરની અપકમિંગ અનટાઈટલ ફિલ્મમાં શુક્રવાર સાંજે ભયંકર આગ લાગી હતી. ફિલ્મનો આ સેટ મુંબઈના અંધેરી વેસ્ટ એરિયામાં આવ્યો છે. કૂપર હોસ્પિટલના ડૉ. સદાફુલે જણાવ્યું કે, આ આગમાં ૩૨ વર્ષના યુવકનું મૃત્યુ થઈ ગયું છે. છદ્ગૈંના રિપોર્ટના અનુસાર, સાંજે ૪.૩૦ વાગે અંધેરી વેસ્ટના ચિત્રકૂટ સ્ટૂડિયોમાં લાગી આગ લાગી હતી. રણબીર અને શ્રદ્ધા ફિલ્મ ટૂંક સમયમાં શૂટિંગ શરૂ કરવાના હતા પરંતુ આગના કારણે શૂટિંગ સ્થગિત કરી દેવામાં આવ્યું છે. મુંબઈ ફાયર બ્રિગેડે જણાવ્યું કે, ૨૯ જુલાઈએ રાત્રે ૧૦.૩૫ વાગ્યા સુધીમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો. સ્ટૂડિયોમાં આગ લાગવાનો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે.
આ વાયરલ વીડિયો અને ફોટોમાં ભયાનક આગ અને આકાશમાં ધુમાડા જાેવા મળી રહ્યા છે. વીડિયોમાં ફાયર બિગ્રેડની ગાડીઓનો અવાજ પણ સંભળાય રહ્યો છે. આ અગાઉ અધિકારીઓએ કહ્યું હતું કે આગ વિસ્તારની એક દુકાનમાં લાગી હતી, પરંતુ પછી તેમને પુષ્ટિ કરી કે આ આગ એક ફિલ્મના સેટ પર લાગી હતી. આગના કાળા ધુમાડા નીકળી રહ્યા હતા. અધિકારીઓ કહ્યું હતું કે ત્રણ ફાયર ટેન્ડર ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને આગ ઓલવવાનું કામ કરી રહ્યા હતા. અધિકારીઓએ કહ્યું કે, આગ એક અસ્થાયી પંડાલ સુધી મર્યાદિત હતી જ્યાં લાકડાની કેટલીક વસ્તુ અને અન્ય વસ્તુઓ રાખવામાં આવી હતી.
લવ રંજન ના આ સેટ પર ફિલ્મના સૌથી મોટા સોન્ગ્સમાંથી એકને પૂરું કરવાનું હતું. ૪૦૦ ડાન્સર્સ ગીતનો ભાગ બનવાના હતા. તેણે ગીતના કેટલાક ભાગને શ્રદ્ધા કપૂરની સાથે પહેલાથી શૂટ કરી લીધું હતું, જે તેમનું ઈન્ટ્રોડક્શન સોન્ગ હતું. તે બીમાર પડી ગઈ અને શૂટિંગ રોકવું પડ્યું, જ્યારે રણબીર કપૂરને તેની શમશેરા રિલીઝમાં સામેલ થવાનું હતું. ટીમને બીજા દિવસથી શૂટિંગ ફરીથી શરૂ કરવાનું હતું. “સેટના ત્રણેય માળ બળી ગયા છે. આગ લાગતા જ રાજશ્રી અને લવ રંજન બંનેએ પોતાના સેટ પેક કરી લીધા. અહીં કેટલાક લોકો ડરી ગયા હતા. લોકો કહી રહ્યા છે કે ક્રૂના કેટલાક સભ્ય ગુમ છે, આગ કેવી રીતે લાગી તે વિશે અમને ચોક્કસ કારણ નથી ખબર.
Recent Comments