રાષ્ટ્રીય

મુંબઈ-અમદાવાદ હાઈવે પર દાણુંમાં કન્ટેનરમાં લાગી આગ, ટ્રાફિકને કરાયો ડાઈવર્ટ

મુંબઈ અમદાવાદ હાઈવે પર એક કન્ટેનરમાં આગ લાગવાની ઘટના બની છે. આ બનાવ મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં દાણું પાસે આ દુર્ઘટના સર્જાઈ છે. આ દુર્ઘટનામાં જે કન્ટેનરમાં આગ લાગી છે તેના કારણે ગુજરાત તરફ આવતા ટ્રાફિક પર વધુ મોટી અસર પડી. સ્થાનિક પોલીસને આ અંગે જાણ થતા ઘટના સ્થળ પર પહોંચીને ટ્રાફિકને ડાયવર્ટ કર્યો છે. કન્ટેનરમાં આગ લાગવાનું કારણ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે આ શોર્ટ સર્કિટ હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. આ ટ્રકમાં શું સામાન લઈ જવામાં આવી રહ્યો હતો અને કોની બે દરકારીના કારણે આ દુર્ઘટના સર્જાઈ છે તે અંગે તપાસ કરાઈ રહી છે. આગને પણ કાબૂમાં લેવા માટે ટીમ ઘટના સ્થળ પર પહોંચી છે.

Related Posts