રાષ્ટ્રીય

મુંબઈ એરપોર્ટ પર તસ્કરી કરી લવાયેલા કેમન મગરમચ્છ પ્રજાતિના 5 બચ્ચા મળી આવ્યા, જુઓ તસવીરો

વન્યજીવની તસ્કરીની એક ગંભીર ઘટના મુંબઈ કસ્ટમ્સ (Mumbai Customs) દ્વારા છત્રપતિ શિવાજી મહારાજ એરપોર્ટ (Chhatrapati Shivaji Maharaj International Airport) પરથી પકડી પડી છે. અધિકારીઓએ બેબી કેઈમેન મગરમચ્છની તસ્કરી કરી રહેલા બે યાત્રીની ધરપકડ કરી છે. મગરમચ્છના બચ્ચાઓને ટ્રોલી બેગમાં એક બોક્સમાં અંદર છૂપાવી લઈ જવામાં આવી રહ્યા હતા.મુંબઈ કસ્ટમ્સ દ્વારા વન્યજીવોની તસ્કરીની એક મહત્વની ઘટનાને નિષ્ફળ બનાવી છે અને મગરમચ્છના પાંચ બચ્ચાને જપ્ત કર્યાં છે. મુંબઈ કસ્ટમની એર ઈન્ટેલિજન્સ યુનિટ (AIU)દ્વારા વિસ્ટારાન ફ્લાઈટમાં બેંગકોંકથી આવેલા બે મુસાફરો પાસેથી આશરે 5થી 7 ઈંચ લાંબા મગરમચ્છના બચ્ચા મેળવ્યા હતા.એરપોર્ટ અને વન્યજીવ અધિકારી, એરલાયન સાથે મળી યોગ્ય તપાસ કરવામાં આવી રહી છે, જેથી વન્યજીવ અધિનિયમ અંતર્ગત નિર્ધારિત નિયમો પ્રમાણી સરીસૃપોને તે દેશમાં પરત મોકલી શકાય કે જ્યાંથી તેની તસ્કરી કરવામાં આવી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકામાં જોવા મળતા મગરમચ્છની આ પ્રજાતિ કેમન સરોવારો, નદીઓ તથા કાદવવાળી જગ્યાઓ પર મળી આવે છે.

Related Posts