fbpx
બોલિવૂડ

મુંબઈ એરપોર્ટ પર બેબી બમ્પ સાથે દેખાઈ હતી સ્વરા ભાસ્કર

લગ્નના થોડા મહિના બાદ પ્રેગ્નેન્સીનું એલાન કરનારી સ્વરા ભાસ્કરે હાલમાં જ પતિ ફહદ અહમદ સાથે મુંબઈ એરપોર્ટ પર જાેવા મળી હતી. આ પહેલો મોકો હતો, જ્યારે એક્ટ્રેસ પ્રેગ્નેન્સીના એલાન બાદ કેમેરામાં કેદ થઈ છે. આ દરમ્યાન એક્ટ્રેસે એરપોર્ટ પર જેવું પાપારાજીને જાેયા તો, ખૂબ પોઝ આપવા લાગી. એટલું જ નહીં સ્વરાએ પૈપ્સ સાથે વાત કરતા કહ્યું કે, બેબી બમ્પની સાથે પહેલી વાર ટ્રાવેલ કરી રહી છું. હવે સ્વરા ભાસ્કરનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સ્વરા ભાસ્કર આ વીડિયોમાં બ્લેક કલરનો શોર્ટ ડ્રેસ પહેરેલ છે. આ ડ્રેસ ફક્ત શોર્ટ જ નથી, પણ એટલો વધારે ટાઈટ છે કે, તેનું બેબી બમ્પ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. એરપોર્ટ પર સ્વરા ભાસ્કર સાથે તેનો પતિ ફહદ અહમદ પણ દેખાઈ રહ્યો છે. આ દરમ્યાન સ્વરાએ લાઈટ મેકઅપની સાથે વાળને ખુલ્લા રાખેલા દેખાય છે અને શૂઝની સાથે પોતાના લુકને કમ્પ્લીટ કર્યો છે. મુંબઈ એરપોર્ટ પર સ્વરા ભાસ્કર જેવી પહોંચી તો, કેમેરો જાેઈ એકથી એક ચડીયાતા પોઝ આપવા લાગી હતી. એક્ટ્રેસ આ દરમ્યાન ખુબ ખુશ દેખાઈ રહી હતી અને પેપ્સ સાથે વાતો પણ કરી હતી. એક્ટ્રેસે પેપ્સને જણાવ્યું કે, તે બેબી બમ્પ સાથે પહેલી વાર ટ્રાવેલ કરી રહી છે. જાે કે તે ક્યાં જઈ રહી છે, તેનો ખુલાસો કર્યો નહોતો.

Follow Me:

Related Posts