મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર ભીષણ અકસ્માત થયો છે. આ અકસ્માતમાં ૭થી ૮ ગાડીઓ પરસ્પર ટકરાઈ. રિપોર્ટ્સ મુજબ એક ટ્રક બેકાબૂ થવાના કારણે આ અકસ્માત થયો. આ અકસ્માત એટલો મોટો હતો તેનો અંદાજાે તસવીરોથી લગાવી શકાય છે. જેમાં ગાડીઓના ફૂરચા ઉડી ગયા. એક્સપ્રેસ વેના ખોપોલી એક્ઝિટ પાસે આ અક્સમાત થયો અને તેના કારણે લાંબો ટ્રાફિક જામ થઈ ગયો. હાલ રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. એક્સપ્રેસ વે પર તૈનાત પોલીસ અને બચાવ દળની ટુકડી તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ અકસ્માત પુણેથી મુંબઈ જનારી લેનમાં થયો છે જેમાં લગભગ ૧૧ લોકો ઘાયલ થયા છે. કેટલાક લોકોની સ્થિતિ ગંભીર પણ છે. આ અકસ્માતના કારણે પુણેથી મુંબઈ જતો ટ્રાફિક હાલ અટકેલો છે. આ અકસ્માતની પાછળ બેકાબૂ થયેલો ટ્રક કારણભૂત મનાય છે. પરંતુ હજુ તેની પુષ્ટિ થઈ નથી. પ્રશાસનનું કહેવું છે કે આ ઘટનાની તપાસ ચાલુ છે અને ત્યારબાદ જ જાણકારી આપવામાં આવશે. આ અકસ્માત એટલો ભીષણ હતો કે કાર ટકરાયા બાદ ટ્રક ઉપર ચડી ગઈ.
મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર ૭ ગાડીઓ પરસ્પર અથડાતા અકસ્માત સર્જાયો, ૧૧ લોકો ઘાયલ

Recent Comments