fbpx
રાષ્ટ્રીય

મુકેશ અંબાણીને ધમકી આપનારના પોલીસે શું કર્યું તે જાણો…

ફરી એકવાર મુકેશ અંબાણીને ધમકી મળી છે. આ અગાઉ પણ અંબાણી પરિવાર પર સુરક્ષાને લઈને વધારે સતર્કતા રાખવાનું નક્કી કરવામાં આવ્યું હતું. થોડા સમય પહેલાં જ તેમના ઘર પાસેથી આરડીએક્સ ભરેલી ગાડી મળી આવતા ચકચાર મચી ગઈ હતી. ત્યાર બાદ કેન્દ્ર સરકારે અંબાણી પરિવારની સુરક્ષામાં વધારો કરવાનો ર્નિણય કર્યો હતો. એવામાં એક શખ્સ દ્વારા મુકેશ અંબાણીને ધમકી આપવામાં આવતા ફરી એકવાર સુરક્ષાનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. ધમકી આપનારે રિલાયન્સની હોસ્પિટલ અને એન્ટિલિયા ઉડાવી દેવાની ધમકી આપી હતી. મુકેશ અંબાણીના પરિવારને બુધવારે મળેલી ધમકી બાદ મુંબઈ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી. જેના આધારે પોલીસે બિહારના દરભંગાથી સ્થાનિક પોલીસની મદદથી એક યુવકની ધરપકડ કરી છે. તેને હવે બિહારથી મુંબઈ લવાયો છે.

આ શખ્સે અંબાણી પરિવારના સભ્યોને જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હતી. આ ધમકી એચ.એન.રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલના લેન્ડલાઈન ફોન પર એક અજાણી વ્યક્તિ દ્વારા અપાઈ હતી. ફોન કરનાર યુવકે હોસ્પિટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના પ્રવક્તાએ કહ્યું કે બુધવારે બે વખત ધમકીવાળો કોલ આવ્યો હતો. પહેલો કૉલ બપોરે ૧૨ઃ૫૭ વાગ્યે આવ્યો અને બીજાે કોલ સાંજે ૫ઃ૦૪ વાગ્યે આવ્યો હતો. આ કોલ પણ હોસ્પિટલના કૉલ સેન્ટરમાં આવ્યો હતો. કોલ કરનારે હોસ્પિટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. તેણે મુકેશ અંબાણી સહિત તમામ પરિવારજનના નામ લઈ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઉપરાંત તેણે એન્ટિલિયાને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી.

Follow Me:

Related Posts