મુકેશ ખન્નાની સામે એફ.આઈ.આર નોંધાઈ શકે છે
પોપ્યુલર ટીવી શો શક્તિમાનના એક્ટર મુકેશ ખન્નાને હાલમાં જ એક વીડિયોમાં મહિલાઓની વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપવાનું ભાપે પડી ગયું. બુધવારે દિલ્હી મહિલા આયોગની અધ્યક્ષ સ્વાતિ માલીવાલે નોટિસ જાહેર કરી મુકેશ ખન્નાની વિરુદ્ધ એફ.આઈ.આર નોંધવાની માગ કરી છે. હકીકતમાં સ્વાતિ માલીવાલે દિલ્હી પોલીસના સાયબર સેલને નોટિસ જારી કરી છે. ડી.સી.ડબ્લ્યુએ એક્ટરની વિરુદ્ધ મહિલાઓ પર કથિત રીતે અપમાનજનક અને ખોટી ટિપ્પણી કરવાને લઈને એફ.આઈ.આર દાખલ કરવાની માગ કરી છે.
સાથે જ એફ.આઈ.આરની કોપીની સાથે આ મામલે ઉઠાવવામાં આવેલા પગલાનો રિપોર્ટ ૧૩ ઓગસ્ટના રોજ સાંજે ૪ વાગ્યા સુધીમાં ડી.સી.ડબ્લ્યુને આપવા માટે કહેવામાં આવ્યું છે. સ્વાતિ માલીવાલે નોટિસનો ફોટો સોશિયલ મીડિયા પર શેર પણ કર્યો છે. જેના કેપ્શનમાં તેમને લખ્યું છે, શક્તિમાનની ભૂમિકા નિભાવનાર એક્ટર મુકેશ ખન્ના દ્વારા મહિલાઓની વિરુદ્ધ કરવામાં આવેલા વાંધાજનક નિવેદનો પર એફ.આઈ.આર નોંધવા માટે દિલ્હી પોલીસને અમે નોટિસ પાઠવી છે. હકીકતમાં મુકેશ ખન્નાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે.
તેમાં તે કહી રહ્યા છે કે, જે છોકરી કોઈ છોકરાને સેક્સ માટે કહે છે તો તે ધંધો કરે છે. આવી વસ્તુમાં લોકોએ ના પડવું જાેઈએ. જાે કોઈ છોકરી આવું કહે છે, તો તેનો સીધો અર્થ એ છે કે તે છોકરી સભ્ય સમાજની નથી, કેમ કે સભ્ય સમાજની છોકરી આવું ન કહે. તેમની આ કમેન્ટ પર યુઝર્સ તેમણે ખરુંખોટું સંભળાવી રહ્યા છે. મુકેશ ખન્નાનો આ વીડિયો યુટ્યુબ ચેનલ પર ‘ભીષ્મ ઈન્ટરનેશનલ’ પર શેર કરવામાં આવ્યો હતો. આ વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે.
Recent Comments