ગુજરાત

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ખોડલધામના ચેરમેન નરેશ પટેલના ફાર્મહાઉસ પહોચ્યાંનરેશ પટેલે મુખ્યમંત્રીની શુભેચ્છા મુલાકાત ગણાવી

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આજે રાજકોટની મુલાકાતે છે. તેમણે પ્રથમ સિવિલ હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લીધી હતી. દર્દીઓ સાથે વાતચીત કરી સમસ્યા જાણી હતી. તો મુખ્યપ્રધાને એઇમ્સ હોસ્પિટલમાં ચાલી રહેલી કામગીરીની પણ સમીક્ષા કરી હતી. ત્યાર બાદ ઝ્રસ્ ભૂપેન્દ્ર પટેલ નરેશ પટેલના ફાર્મ હાઉસ પર પહોંચ્યા હતા. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ખોડલધામના ચેરમેન નરેશ પટેલના ફાર્મહાઉસની મુલાકાત લીધી હતી. ત્યાં તેમણે નરેશ પટેલ સાથે ભોજન લીધું. મુલાકાત દરમિયાન ખોડલધામના સામાજિક કામોની ચર્ચા કરાઈ હતી. નરેશ પટેલે મુખ્યપ્રધાનની શુભેચ્છા મુલાકાત ગણાવી અને કહ્યું કે વ્યકિતગત સંબંધ હોવાથી મુખ્યપ્રધાને મારા ઘરે ભોજન લીધું છે. અગાઉ રાજકોટની મુલાકાત દરમિયાન મુખ્યપ્રધાનને ગોંડલ જવાનું હોવાથી ભોજનનો કાર્યક્રમ કાર્યક્રમ રદ થયો હતો.

Related Posts