મુખ્યમંત્રીના આશ્વાસન બાદ ગુજરાત ઈન સર્વિસ ડોક્ટર્સ એસોસિએશનએ હડતાળ સમેટી
છેલ્લાં ૩ વર્ષથી ડોક્ટરોના ગ્રેડ પેમાં સુધારો, ક્ષેત્રીય ફેરણી ભથ્થાની માગણી, કોરોના વોરિયર્સ તરીકે ગણતરી કરી ભથ્થા તથા જૂની પેન્શન યોજના લાગુ કરવી તેમજ પ્રમોશન સહિતની માગણીઓ કરી રહ્યા છે. ગુજરાતના ૧૦ હજારથી વધારે સરકારી ડોક્ટરો આ મામલે ૪ એપ્રિલથી અચોક્કસ મુદતની હડતાળ પર ઊતર્યા હતા. રાજ્ય સરકારે ડોક્ટરોની માગણીઓ સંદર્ભે હકારાત્મક અભિગમ દાખવ્યો છે. હવે રાજ્યના સરકારી ડોક્ટરોને ૧ જૂન ૨૦૧૯થી ૨૦ ટકા એનપીપીએ ચૂકવાશે. એ ઉપરાંત એરિયર્સની રકમ પાંચ સરખા હપતામાં ચૂકવવામાં આવશે. જ્યારે બેઝિક અને એનપીપીએની મહત્તમ મર્યાદા ભારત સરકાર મુજબ રૂા.૨ લાખ ૩૭ હજાર ૫૦૦ રૂપિયા નિયત કરાઈ છે.
તજજ્ઞ સેવા વર્ગ-૧ના કરારીય / બોન્ડેડ તજજ્ઞોને માસિક ફિકસ વેતન ૮૪ હજારથી વધારીને હવે ૯૫ હજાર અપાશે તેમજ કરારીય અથવા બોન્ડેડ એમબીબીએસ તબીબોને માસિક ફિકસ વેતન ૬૩ હજારથી વધારીને ૭૫ હજાર કરાયું છે. હવે ડોક્ટરોની હડતાળનો અંત આવી શકે છે. તબીબોના એનપીપીએની માગણી સંદર્ભે સરકારે ૧ જૂન ૨૦૧૯થી ૨૦ ટકા એનપીપીએની ચુકવણીનો ર્નિણય કર્યો છે. એરિયર્સની રકમ પાંચ સરખા હપતામાં ચૂકવવામાં આવશે, જેમાં પ્રથમ હપતો એપ્રિલ-૨૦૨૨, બીજાે હપતો ઓકટોબર-૨૦૨૨, ત્રીજાે હપતો એપ્રિલ-૨૦૨૩, ચોથો હપતો ઓકટોબર-૨૦૨૩ અને પાંચમો હપતો એપ્રિલ-૨૦૨૪ના રોજ ચૂકવવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે બેઝિક અને એનપીપીએની મહત્તમ મર્યાદા ભારત સરકાર મુજબ ૨ લાખ ૩૭ હજાર ૫૦૦ રૂપિયા નિયત કરવામાં આવી છે. એ સંદર્ભે રાજ્યના જે ઉમેદવારોએ ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષા પાસ કરી હોય તેમની તમામ એડહોક સેવાઓ નિયમિત કરી સળંગ ગણવામાં આવશે.
બાકી રહેતી એડહોક સેવાઓ નિયમિત કરવા અને સળંગ કરવા એડહોક સેલની રચના કરવામાં આવશે. રાજયના તજજ્ઞ સેવા વર્ગ-૧ના તબીબોને ૮ વર્ષે ટીકુ કમિશનનો લાભ મળવાપાત્ર રહેશે.રાજ્યભરમાં તબીબોની વિવિધ માગણીઓને લઈને હડતાળ ચાલી રહી છે, ત્યારે રાજ્ય સરકાર હડતાળિયા ડોક્ટરો સામે ઝૂકી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તરફથી પડતર માગણીઓ અંગે મળેલા આશ્વાસન બાદ ગુજરાત ઈન સર્વિસ ડોક્ટર્સ એસોસિએશનએ હડતાળ સમેટી છે. જીઆઈડીએ સાથે સંકળાયેલા રાજ્યના ૪ હજાર સરકારી ડોક્ટર્સ ડ્યૂટીમાં પરત ફર્યા છે. નોંધનીય છે કે રાજ્યના જીએમટીએ, જીઆઈડીએ, સરકારી ક્લાસ ૧,૨ મેડિકલ ડૉકટરો સહિત કુલ ૧૦ હજાર જેટલા તબીબો આ હડતાળમાં જાેડાયા હતા.
Recent Comments