fbpx
ગુજરાત

મુખ્યમંત્રીના વરદહસ્તે જગદીશ ત્રિવેદીને “પ્રાઈડ ઓફ ઈન્ડીયા” એવોર્ડ

ખાતે ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદહસ્તે હાસ્યકલાકાર, લેખક અને સમાજસેવક જગદીશ ત્રિેવેદીને “પ્રાઈડ ઓફ ઈન્ડીયા” એવોર્ડ એનાયત થયો છે.

ફીલીગ્ઝ મલ્ટીમિડિયા લિમિટેડ તરફથી નારાયણી હાઈટસ ખાતે યોજાયેલા આ જાજરમાન એવોર્ડ સમારંભમાં મંચ પર પૂર્વ આરોગ્યમંત્રી અને ગૌ સેવા આયોગ ચેરમેન ડો. વલ્લભભાઈ કથિરીયા, પૂર્વ મંત્રી અને ઇફકોના ચેરમેન અને કેબિનેટમંત્રીના સમકક્ષ એવા દિલિપભાઈ સંઘાણી, પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ, નિવૃત ન્યાયધિશ પ્રદીપભાઈ ભટ્ટ  જાણીતા ઉદ્યોગપતિ અને લેખક રાહુલ શુકલા  અને ફીલિગ્ઝ મલ્ટીમિડિયામા ચેરમેન શ્રી અતુલ શાહ  પણ ઉપસ્થિત હતા.આ સાથે જાણીતા પત્રકાર પદ્મશ્રી દેવેન્દ્ર પટેલ, પ્રથમ પંકિતના કવિ-ઉદઘોષક તુષાર શુકલા, સેવાભાવી યુરોલોજીસ્ટ ડો. પ્રદીપ કણસાગરા જાણીતા ફીલ્મ નિર્માતા- કલાકાર  અભિલાષ ઘોડા, સુપ્રસિદ્ધ સર્જન ડો. સુધિર શાહ અને ગુજરાતના ચેરિટી કમિશ્નર યશવંત શુક્લા ને પણ આ સાથે પ્રાઈડ ઓફ ઈન્ડીયા એવોર્ડથી સન્માનવામાં આવ્યા હતા. 

આ પ્રસંગે ખૂબ મોટી સંખ્યામાં બિનનિવાસી ગુજરાતીઓ, કલાકારો, લેખકો, ઊદ્યોગપતિઓ અને વિવિધ ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts