ગુજરાત

મુખ્યમંત્રીના હસ્તે વિરમગામ તાલુકા પંચાયત ભવનનું લોકાર્પણ કરાયું


મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા વિરમગામ તાલુકામાં રૂપિયા ૨.૪ કરોડના ખર્ચે નવનિર્મિત તાલુકા પંચાયત ભવનનું લોકાર્પણ કર્યું હતું. આ અવસરે નાણા મંત્રી કનુભાઇ દેસાઇ, શ્રમ અને રોજગાર મંત્રી બ્રિજેશભાઇ મેરજા પણ જાેડાયા હતા. આ ઉપરાંત તાલુકા પંચાયત પ્રમુખ રેખાબેન દશરથભાઇ કોળી પટેલ, ધારાસભ્ય લાખાભાઇ ભરવાડ, પુર્વ ધારાસભ્ય ડો.તેજશ્રીબેન પટેલ, પ્રાગજીભાઇ પટેલ, નવદીપભાઇ ડોડીયા, ચેતનભાઇ રાઠોડ, દિપાબેન ઠક્કર, કિરીટસિંહ ગોહિલ, નરેશભાઇ શાહ, મયુરભાઇ ચાવડા, ભાજપના હોદ્દેદારો, કાર્યકર્તાઓ, સરકારી અધિકારી કર્મચારીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.વિરમગામ ખાતે યોજાયેલી સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રીએ ઘર આંગણે ઉકેલી શકાય તેવા પ્રશ્નો અને સ્તવરે ઉકેલવા વહીવટી તંત્રના અધિકારીઓને તાકીદ કરી હતી. આ બેઠક નાણા મંત્રી કનુભાઇ દેસાઇ, શ્રમ અને રોજગાર મંત્રી બ્રિજેશ ભાઇ મેરજા, પૂર્વ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, જિલ્લા ભાજપના પ્રમુખ હર્ષદગીરી ગોસ્વામી સહિત જન પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રી સમક્ષ રોડ, પાણી, રસ્તા, ગટર, ઓવરબ્રિજ, સિંચાઈ, વીજળી, શિક્ષણ, વરસાદી પાણીનો નિકાલ, રસ્તા પહોળા કરવા જેવા અનેકવિધ પ્રશ્નો રજૂ કરાયા હતા. મુખ્યમંત્રીએ તમામ પદાધિકારીઓના સવાલો ઝીણવટપૂર્વક સાંભળીને વહીવટીતંત્ર સાથે ઉકેલ અંગેની છણાવટ કરી હતી અને જણાવ્યું હતું કે આ પ્રશ્નો અન્ય રીતે ઉકેલવા માટે વહીવટીતંત્ર કાર્યશીલ હોય છે પરંતુ ક્યાંક નિયમોના અર્થઘટન અથવા અન્ય કોઈ રીતે અટવાયેલા પ્રશ્નો સત્વરે પૂરા થાય તેવી તાકીદ પણ કરી હતી. તંત્ર અને પ્રતિનિધિઓ એકબીજા સાથે સંકલન સાધીને કાર્યપ્રણાલી આગળ વધારે તો પ્રશ્નો ઉપસ્થિત જ ન થાય ત્યારે આ કાર્યક્રમને પરિણામ લક્ષી બનાવવા મુખ્યમંત્રીએ સૂચન કર્યું હતું.આ સમીક્ષા બેઠકમાં અમદાવાદ જિલ્લા કલેકટર સંદીપ સાંગલેએ કહ્યું હતું કે, રાજ્યના છેવાડાના માનવી સુધી વિવિધ યોજનાઓ ના ફળ પહોચાડવામાં રાજ્ય સરકાર કટિબદ્ધ છે. મુખ્યમંત્રીએ લોક પ્રશ્નોના ઉકેલ માટે સંવેદના પૂર્ણ અભિગમ પણ અપનાવ્યો છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું. આ સમીક્ષા બેઠકમાં સર્વે ધારાસભ્યો, જીલ્લા વિકાસ અધિકારી અનિલભાઈ ધામેલીયા, ઔડાના સીઇઓ ડી.પી. દેસાઈ, પોલીસ અધિક્ષક તેમજ તાલુકા પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા. વિરમગામ ખાતે જિલ્લા વહીવટી તંત્રની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

Related Posts