મુખ્યમંત્રીની કોવાયાની મુલાકાત દરમિયાન લાગણીસભર દ્રશ્યો સર્જાયા
“કેમ છો, બા?”
” આપસાહેબ ખુદ અમારે આંગણે?”
મુખ્યમંત્રીશ્રીની કોવાયા ગામની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીશ્રી એક વૃદ્ધાના ખબર અંતર પૂછતાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. એક નાની ઓરડીમાં પ્રવેશી મોટી ઉંમરના બા ને સંબોધી મુખ્યમંત્રીશ્રી પૂછે છે, “કેમ છો, બા?” આ શબ્દો કાનમાં સરી પડતા બા ભાવવિભોર બન્યા હતા અને આગતા સ્વાગતા કરતા કહ્યું હતું કે આપસાહેબ ખુદ અમારે આંગણે પધાર્યા છો એના માટે અમે આપના ખુબ ખુબ આભારી છીએ. ઘર વખરી પલળી છે એટલે ચા-પાણીનો આગ્રહ પણ કેમ કરીએ. આ સંવાદ સાંભળતા જ ચારેકોર શાંતિ પ્રસરી જવા પામી હતી.
નોંધનીય છે કે તાઉ’તે વાવાઝોડાએ સર્જેલ વિનાશને પગલે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની રાજુલા-જાફરાબાદના દરિયાકાંઠા વિસ્તારની મુલાકાત દરમિયાન કોવાયા ગામની પણ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીશ્રી ગામના અસરગ્રસ્તોને મળી ખબર અંતર પૂછ્યા હતા.
Recent Comments