મુખ્યમંત્રીની જામનગર સભાઃ હાજર તમામ મંત્રીઓના કોરોના રીપોર્ટ આવ્યા સામે
ગુજરાત રાજ્યમાં કોરોનાએ ફરી કહેર મચાવવાની તૈયારી કરી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. ગતરોજ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને અન્ય બે નેતાઓના કોરોના ટેસ્ટ પોઝીટીવ આવતા રાજ્યમાં હડકંપ મચી ગયો હતો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ મુખ્યમંત્રી છેલ્લા કેટલાક દિવસથી સતત ચૂંટણી સભામાં હાજરી આપી રહ્યા હતા અમે ચૂંટણી પ્રસાર પ્રસારનું કાર્ય કરી રહ્યા હતા.
તેમણે કોરોના પોઝીટીવ આવ્યા બાદ તેમની સાથે ચૂંટણી સભામાં હાજર રહેલા તમામ નેતાઓ અને કાર્યકરોને કોરોના ટેસ્ટ કરાવવા સલાહ આપી હતી. ગત મુખ્યમંત્રી એ જામનગરમાં ચૂંટણી સભા ગજવી હતી. અને જેમાં ગુજરાત ભાજપના ઘણા નેતાઓએ પણ હાજરી આપી હતી. આ તમામ નેતાઓએ પોતાનો કોરોના ટેસ્ટ કરાવ્યો છે.
જેમાં મંત્રી આર.સી.ફળદુ,ધર્મેન્દ્રસિંહ જાડેજા, સાંસદ પુનમ માડમ, ભાજપ પક્ષપ્રમુખ ડો.વિમલ કગથરા વિગેરે હાજર રહ્યા હતા. આ તમામ મંત્રોએ તેમનો કોરોના ટેસ્ટ કરાવ્યો છે. અને તમામ મંત્રીઓના કોરોના રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. રિપોર્ટ નેગેટિવ આવતા તમામ નેતા અને કાર્યકર્તાઓએ રાહતનો શ્વાસ લીધો છે.
Recent Comments