અમરેલી

મુખ્યમંત્રીને રિપોર્ટ કાર્ડ અર્પણ કરતાં સાવરકુંડલા ધારાસભ્ય મહેશભાઈ કસવાળા. 

આમ ગણીએ તો લોકતંત્રમાં જનપ્રતિનિધિ એ જનતાનો અવાજ જ  હોય છે. પરંતુ મોટેભાગે ખૂબ ઓછી રાજકીય હસ્તીઓ પોતાના કાર્યકાળનો લોકસેવાના વિકાસના લેખાંજોખાં સાથેનો પારદર્શક હિસાબ જનતા સમક્ષ મૂકતાં હોય છે. સાવરકુંડલા લીલીયાના અહોભાગ્ય કે વર્ષો પછી સાવરકુંડલા વિસ્તારને એક એવાં ધારાસભ્ય પ્રાપ્ત થયા છે જે લોકહિતના કાર્યો માટે સતત પ્રયત્નશીલ રહે છે.. માત્ર એટલું જ નહીં પરંતુ લોકોની વચ્ચે રહીને તેની સમસ્યાઓ જાણીને તેને છેક ઉપલા લેવલ સુધી પહોંચતી કરીને તેના યોગ્ય નિરાકરણ માટે તમામ લેવલે સંનિષ્ઠ પ્રયાસો કરીને જનહિતના કામો તો કરે જ છે.

પરંતુ જેમ વેપાર જગતમાં સરવૈયું કરવામાં આવે છે તેમ પોતે કરેલા કામોનો હિસાબ પણ એક પુસ્તક સ્વરૂપે દસ્તાવેજીકરણ કરીને લોકો, અધિકારીગણ તથા સંલગ્ન તંત્ર તથા રાજકીય ઓથોરિટી સમક્ષ પહોચાડી પોતે કામ કરે છે એ વાતનો સો ટકા સિધ્ધ પણ કરે છે. આ સંદર્ભે એમના પુસ્તક ઋણાનું બંધ – ૨  મુખ્યમંત્રીશ્રીને રિપોર્ટ કાર્ડ અર્પણ કરી સાવરકુંડલાની જનતાના સેવક તરીકેના એક વર્ષની સફળ સેવા અને સક્રિયતાના લેખાંજોખાં સમાન ૠણાનુબંધ ભાગ-૨ બૂકલેટ ગુજરાતના મૃદુ તથા મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અર્પણ કરતાં જોવા મળ્યા . આ સાથે જ વિસ્તારના વિકાસકાર્યો અને આગામી આયોજનો અંગે વિસ્તારપૂર્વક માહિતી આપતાં ધારાસભ્ય મહેશભાઈ કસવાળા. આમ દીર્ઘદર્ષ્ટિ અને ઉચ્ચ વિચાર સાથે સાવરકુંડલાને સુવર્ણ કુંડલામાં પરિવર્તિત કરવા માટે હામ ભરતાં પણ જોવા મળે છે.

Related Posts