મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમરેલીમાં નાગનાથ મહાદેવના દર્શન કરી પૂજન અર્ચન કર્યુ
શહેરના શ્રેષ્ઠીશ્રીઓ દ્વારા મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન અને સન્માન કરવામાં આવ્યું અમરેલી તા.૨૦ સપ્ટેમ્બર, ૨૦૨૪ (શુક્રવાર) અમરેલી જિલ્લાના પ્રવાસે પધારેલા રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ અમરેલી સ્થિત શ્રી નાગનાથ મહાદેવના દર્શન કરી અને પૂજન અર્ચન કર્યુ હતુ. આ વેળાએ મુખ્યમંત્રીશ્રીનું અમરેલીના નગરશ્રેષ્ઠીશ્રીઓ અને વિવિધ સંસ્થાઓ તેમજ મંદિરના ટ્રસ્ટીશ્રીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. મંદિરના ટ્રસ્ટીશ્રી કિશોરભાઈ મહેતાએ મુખ્યમંત્રીશ્રીને અમરેલી નાગનાથ મંદિરનો ઈતિહાસ જણાવ્યો હતો. ૨૦૭ વર્ષ જૂનું આ શિવાલયનું નિર્માણ તત્કાલિન ગાયકવાડ રાજ્યના દીવાનજી દ્વારા કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ સર્વે નગરશ્રેષ્ઠીઓનું અભિવાદન ઝીલ્યું હતું.આ પ્રસંગે સાંસદ અને જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભરતભાઈ સુતરિયા, વિધાનસભા નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરિયા, રાજુલા- જાફરાબાદ વિસ્તારના ધારાસભ્યશ્રી હીરાભાઈ સોલંકી, લીલીયા-સાવરકુંડલા વિસ્તારના ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલા, ધારી-બગસરા-ખાંભા વિસ્તારના ધારાસભ્યશ્રી જે.વી. કાકડીયા, લાઠી-બાબરા વિસ્તારના ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવીયા, અમરેલી જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરિમલ પંડ્યા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હીમકર સિંઘ, નિવાસી અધિક કલેક્ટરશ્રી દિલીપસિંહ ગોહિલ, અમરેલીની વિવિધ સંસ્થાઓના અગ્રણીશ્રીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments