રાષ્ટ્રીય

મુખ્યમંત્રી અમરિંદર સિંહે ડિનરમાં ૫૮ ધારાસભ્યો ભેગા થયા

પંજાબ કોંગ્રેસમાં ચાર મંત્રીઓ અને ઘણા ધારાસભ્યો વચ્ચેની ખેંચતાણ બંધ થવાનું નામ લઈ રહી નથી. મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહને હટાવવાની ચળવળમાં જાેડાયેલા ત્રણ કેબિનેટ મંત્રી તૃપ્ત રાજિંદર સિંહ બાજવા, સુખબિંદર સિંહ સરકારિયા, સુખજિંદર સિંહ રંઘાવા અને પંજાબ કોંગ્રેસના મહાસચિવ પરગટ સિંહ પોતાના સમર્થક ધારાસભ્યોની સાથે દિલ્હીમાં છે. બીજી તરફ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે પોતાની તાકાત દેખાડી છે. કેપ્ટન અમરિંદરના સમર્થનમાં કેબિનેટ મંત્રી રાણા ગુરમીત સિંહ સોઢી દ્વારા આપવામાં આવેલા ડિનરમાં ૯ મંત્રી સહિત લગભગ ૫૮ ધારાસભ્ય અને આઠ સાંસદ પહોંચ્યા. ડિનરનું આયોજન કરનાર રાણા સોઢી સિવાય મંત્રી બ્રહમ મોહિંદરા, મનપ્રીત બાદલ, સાધુ સિંહ ધર્મસોત, અરુણા ચૌધરી, ગુરપ્રીત કાંગડ, બલબીર સિંહ સિદ્ધુ, વિજય ઈંદર સિંગલા અને સુંદર શામ અરોડા સહિત સાંસદ પરનીત કૌર, મો.સદીક, ગુરજીત સિંહ ઔજલા અને રાજ્યસભા સભ્ય પ્રતાપ સિંહ બાજવા પણ આ દરમિયાન હાજ રહ્યાં હતા.

Related Posts