મુખ્યમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ અંતર્ગત બાંધકામ શ્રમિકોએ સહાય મેળવવા ૩૧ માર્ચ પહેલા ઓનલાઈન વિગતો આપવી

કોવિડ-૧૯ હેઠળ મુખ્યમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ અંતર્ગત લાભાર્થીના આધારલિંક બેંક ખાતામાં PFMS દ્વારા રૂ. ૧૦૦૦/- ની આર્થીક સહાય ચુકવણી અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે કરવાનું ઠરાવેલ છે. ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોધાયેલ કુલ ૬.૩૮ લાખ બાંધકામ શ્રમિકોને પણ આવરી લેવામાં આવ્યા છે. જેની યાદી બોર્ડની વેબસાઈટ પર મુકવામાં આવેલ છે. જયારે બાકી રહેતા નોંધાયેલ બાંધકામ શ્રમિકોના ડેટા ઈન-વેલીડ/અધૂરા હોય જેવા કે આધાર નંબર ખોટા હોય,બેંકની વિગત અપૂરતી હોય,બેક આધાર લિંક ન હોય,બેંક ખાતું બંધ હોય જેવા કારણોસર નોંધાયેલ બાંધકામ શ્રમિકોને આર્થીક સહાય તેઓના બેંક ખાતામાં જમા કરાવી શકાતી નથી. આમ જે નોંધાયેલ (લાલ બુક ધરાવતા) બાંધકામ શ્રમિક આર્થીક સહાયથી વંચિત છે.તેવા બાંધકામ શ્રમિકો તેમની વિગતો બોર્ડના પોર્ટલ https://misbocwwb.gujarat.gov.in/registrationform ઉપર રજૂ કરી શકશે. બાંધકામ શ્રમિક પોતાના રેડ બુક(ઓળખ પત્ર) નંબરને આધારે રજીસ્ટ્રેશન ફોર્મ ભરી તેઓના ડેટા ઓનલાઈન સબમીટ કરાવે તે ઇચ્છનીય છે. બોર્ડ/ NIC દ્વારા તેઓની વિગતો ચકાસી PFMS દ્વારા આર્થીક સહાયની ચુકવણી નાગરિક પુરવઠા વિભાગ કરી શકશે તો સત્વરે બાકી રહી ગયેલ નોંધાયેલ બાંધકામ શ્રમિકોને તેમની વિગત તા.૩૧/૦૩/૨૦૨૧ પહેલા સબમિટ કરવા જાહેર વિનંતી છે. ત્યારબાદ આવેલ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહિ તેની પણ નોંધ લેવા એક યાદીમાં જણાવાયું છે
Recent Comments