fbpx
રાષ્ટ્રીય

મુખ્યમંત્રી બઘેલના પિતા દ્વારા બ્રાહ્મણોને વિદેશી કહેવા બદલ ધરપકડ

સર્વ બ્રાહ્મિણ સમાજ નામના સંગઠન દ્વારા આ ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદમાં આરોપો લગાવવામાં આવ્યા છે કે નંદ કુમાર બઘેલે બ્રાહ્મણોને વિદેશી ગણાવ્યા હતા અને તેમને પોતાના ગામોમાં પ્રવેશવા ન દેવા તેમ અન્ય નાગરિકોને કહ્યું હતું. સંગઠનનો આરોપ છે કે બઘેેલે એમ પણ કહ્યું હતું કે બ્રાહ્મણો વિદેશી હોવાથી તેમને આ દેશમાંથી કાઢી મુકવા જાેઇએ. તેમના આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર ફરી રહ્યો હોવાનું પણ સંગઠને પોલીસ ફરિયાદમાં કહ્યું છે. સમગ્ર વિવાદ અંગે ભુપેશ બઘેલે કહ્યું હતું કે મારા પિતા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે તેનું હું સમર્થન નથી કરતો. તેમના આ નિવેદનથી એક સમાજની લાગણી દુભાઇ છે અને મને પણ ઘણુ દુઃખ લાગ્યું છે. તેમની સામે કાયદા મુજબ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. બીજી તરફ ૮૬ વર્ષીય નંદ કુમાર બઘેલની ધરપકડ કરીને તેમને રાયપુરની સૃથાનિક કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા, કોર્ટે નંદ કુમાર બઘેલને ૧૫ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો હતો.છત્તીસગઢના મુખ્યમંત્રી ભુપેશ બઘેલે બ્રાહ્મણ સમાજ અંગે વાંધાજનક નિવેદન આપતા તેમની ધરપકડ કરવામાં આવી હતી. છત્તીસગઢના મુખ્યમંત્રી ભુપેશ બઘેલે પણ પોતાના પિતાના નિવેદનને વખોડયું હતું અને કહ્યું હતું કે આ પ્રકારના નિવેદનો ન કરવા જાેઇએ અને કાયદા પ્રમાણે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. ભુપેશ બઘેલના ૮૬ વર્ષીય પિતા નંદકુમાર બઘેલની રાયપુર પોલીસ દ્વારા દિલ્હીમાંથી ધરપકડ કરીને રાયપુર લાવવામાં આવ્યા હતા. તેમની વિરૂદ્ધ રાયપુરના ડીડી નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

Follow Me:

Related Posts