અમરેલી

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આજે અમરેલી જિલ્લામાં

ઈશ્વરીયા ખાતે નવનિર્મિત પ્રાથમિક શાળાના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત રહેશે

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ આજે ૨૬ એપ્રિલના અમરેલી જિલ્લાના ઈશ્વરીયા ખાતે નવનિર્મિત પ્રાથમિક શાળાના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત રહેનાર છે. 

મુખ્યમંત્રીશ્રીની સાથે સાથે કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી પરસોત્તમભાઈ રૂપાલા, સાંસદ સુશ્રી હેમા માલીની સહીતના મહાનુભાવો ઉપસ્થિત રહેનાર છે. મુખ્યમંત્રીશ્રીના કાર્યક્રમને લઈને અમરેલી જિલ્લા કલેકટર શ્રી ગૌરાંગ મકવાણાએ આજે સંલગ્ન વિભાગોના અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી આર. વી. વાળા, પોલીસ, મહેસુલ વિભાગના અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Related Posts