ખાસ કરીને દર બુધવારે કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવે છે ત્યારે આજે પણ કેબિનેટ બેઠક બુધવારે સ્વર્ણિમ સંકુલ તાપી હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત રાજ્યના તમામ રાજ્યકક્ષાના તેમજ કેબિનેટ કક્ષાના મંત્રીઓ અને અધિકારીઓ કેબિનેટની અંદર પહોંચ્યા છે. સવારે 11 કલાકે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ચર્ચા કરવામાં આવશે.
પશુ નિયંત્રણ કાયદો કે જેનો વિરોધ માલધારીઓ દ્વારા ઉગ્ર રીતે કરવામાં આવી રહ્યાે છે. તેને લઈને ચર્ચા કરવામાં આવશે. ગઈ કાલે જ સીઆપ પાટીલે પણ મુખ્યમંત્રીને આ કાયદાને ફેરબદલ કરવા માટે કહ્યું છે ત્યારે તેને લઈને ખાસ ચર્ચા આજની કેબિનેટમાં કરવામાં આવશે
બજેટમાં અમલી યોજનાઓને લઈને મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજવામાં આવશે. સરકારની યોેજના પ્રજા સમક્ષ મુકવાને લઈને ચર્ચા કરવામાં આવશે કેમ કે, આગામી સમયમાં ઝડપી વિકાસના કામોને ઓપ આપવામાં આવશે.
ઉનાળાની અંદર નિર્માણ થઈ રહેલી પાણીની સ્થિતિને લઈને ચર્ચા કરવામાં આવશે. પાણી પુરવઠા વિભાગ આજે રીપોર્ટ સીએમની સમક્ષ રજૂ કરે તેવી પણ શક્યતા છે.
આગામી સમયમાં એપ્રિલ માસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસને લઈને પણ તૈયારીઓને લઈ ચર્ચા કરવામાં આવી શકે છે. આ સાથે જ 5 દિવસ બાદ કેન્દ્રિય ગૃહમંત્રી પણ ગાંધીનગર આવી રહ્યા છે. આમ વગેરે બાબતો પર ચર્ચા કરવામાં આવશે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સ્વર્ણિમ સંકુલ ખાતે કેબિનેટ બેઠક યોજવામાં આવી, આ મુદ્દાઓ પર થશે ચર્ચા

Recent Comments