મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સી.આર. પાટિલના નેતૃત્વ કામગીરીનું ગાંધીનગર મનપાનું પરિણામ…
નવા સીએમ પટેલના આવતા જ ગાંધીનગરમાં ભગવો લહેરાયો.
ગાંધીનગર મહાનગરપાલિકાની ૪૪ બેઠકનું પરિણામ જાહેર ભાજપ ૪૧ બેઠક કોંગ્રેસને ૦૨ બેઠક અને આમ આદમી પાર્ટીને ૦૧ બેઠક મળી,ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી પટેલ-પાટીલ માટે એક ટેસ્ટ સમાન માનવામાં આવે છે. આ ચૂંટણીનાં પરિણામ ભાજપની આગળની રણનીતિ નક્કી કરશે. ૩ ઓક્ટોબરના રોજ ૫૬ ટકા મતદાન થયું હતું. આજે સવારે ૯ વાગ્યાથી પાંચ કેન્દ્ર પર મતગણતરી શરૂ કરવામાં આવશે. આ પાંચેય કેન્દ્ર પરથી મનપાના ૧૧ વોર્ડની ૪૪ બેઠકનાં પરિણામ બપોર સુધીમાં સ્પષ્ટ થઈ જશે.
એ માટે ચૂંટણીતંત્ર દ્વારા કર્મચારીઓને ટ્રેનિંગ પણ આપી દેવામાં આવી છે. વોર્ડ નંબર ૧ (સેક્ટર – ૨૫,૨૬ અને રાંધેજા) તેમજ વોર્ડ નંબર ૨ (જીઈબી કોલોની, આદિવાડા, ચરેડી, પેથાપુર) માટે સેકટર ૧૫ની ગવર્નમેન્ટ સાયન્સ કોલેજમાં ૪૦થી વધુ ઈફસ્ મશીનમાં કેદ મતોની મતગણતરી કરાશે, જેમાં ૭૦થી વધુનો સ્ટાફ રહેવાનો છે, જ્યારે વોર્ડ નંબર – ૩(સેકટર – ૨૪,૨૭, ૨૮) અને વોર્ડ નંબર – ૪(સેકટર – ૨૦, ૨૯, જીઈબી છાપરા, પેથાપુર કસબો, પાલજ, બાસણ, ઇન્દ્રોડા, ધોળાકૂવા, લવારપુર/ શાહપુર ટીપી – ૨૫)ની મતગણતરી સેકટર – ૧૫ આઈઆઈટીઈમાં ૪૮ ઈફસ્ની મતગણતરી કરાશે. એ જ રીતે વોર્ડ નંબર – ૫(સેકટર – ૯,૧૦, ૧૦છ, ૧૦મ્, ૧૮,૧૯, ૨૦,૨૧, ૨૨,૨૩, ૨૯,૩૦) અને વોર્ડ નંબર – ૬(સેકટર – ૧૧,૧૨,૧૩,૧૪,૧૫,૧૬,૧૭, ફતેપુરા, ગોકુળપુરા, વાવોલના કુબેરનગર, તળાવ પાસેના છાપરા) માટે સેકટર – ૧૫ કોમર્સ કોલેજમાં ૪૭ ઈફસ્ની મતગણતરી કરવામાં આવશે. ઉપરાંત વોર્ડ નંબર – ૭(કોલવડા, વાવોલ) અને વોર્ડ નંબર – ૮(સેકટર ૪,૫,વાસણા હડ મતિયા, સરગાસણ, પોર, અંબાપુરના તારાપુર-ઉવારસદ ટીપી વિસ્તાર) માટે ૫૪ ઈફસ્ની મતગણતરી સેકટર – ૧૫ની સ્વર્ણિમ સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં યોજાશે. જ્યારે વોર્ડ નંબર – ૯(સેકટર – ૨,૩,૩ ન્યૂ ઈન્ફોસિટી, કુડાસણ) અને વોર્ડ નંબર – ૧૦ (સેકટર – ૧,૬,૭,૮, રાંદેસણ , રાયસણ, કોબા, કુડાસણ ધોળાકૂવા ટીપી – ૬) તેમજ વોર્ડ નંબર – ૧૧( ખોરજ, ઝુંડાલ, અમિયાપુર, સુઘડ, નભોઈ, ભાટ, કોટેશ્વર) માટે સેકટર – ૧૫ સરકારી કોલેજમાં ૯૩ ઈફસ્ મશીનની મતગણતરી કરવામાં આવશે.
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર-૩ માં મતગણતરી થઈ શરૂ થઈ છે. પહેલા બેલેટ પેપરની મત ગણતરી શરૂ થઈ હતી. ભાજપ, કોંગ્રેસ, આપ વચ્ચે કાંટાની ટક્કર થવા જઈ રહી હતી. મતગણતરીને લઈ વહેલી સવારથી મતદાર કેન્દ્રો પર પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવાયો હતો. છેલ્લે મળતી માહિતી પ્રમાણે ગાંધીનગરની ચૂંટણીમાં કોંગ્રેસનો કરૂણ રકાસ થયો છે. ભાજપ બાદ બીજા નંબરે આમ આદમી પાર્ટી છે અને કોંગ્રેસની પરંપરાગત વોટબેન્ક તૂટી ગઈ હોવાની માહિતી મળી છે. ગાંધીનગર વોર્ડ – ૧,૪ ,૫, ૭, ૮,૯, ૧૦,૧૧માં ભાજપની જીત થઈ છે, જ્યારે ગાંધીનગર વોર્ડ – ૨માં ૩ ભાજપ, ૧ કોંગ્રેસને સીટ મળી છે. વોર્ડ – ૩માં ૩ ભાજપ, ૧ કોંગ્રેસને સીટ મળી છે. વોર્ડ – ૬માં ૩ ભાજપ, ૧ આપને સીટ મળી છે. ગાંધીનગર મનપાની ચુંટણીનું પરિણામ આવી ગયું છે જેમાં સૌથી વધુ મત સાથે જીતનાર ઉમેદવાર વોર્ડ નંબર ૧૦ના ઉમેદવાર મહેન્દ્રભાઈ પ્રહલાદભાઈ પટેલ જેમને ૮૬૩૭ મતથી વિજય મેળવી સમગ્ર વિજેતા બનેલા ૪૪ ઉમેદવારોમાં સૌથી વધુ મત સાથે જીતનાર ઉમેદવાર જાહેર થયા.
Recent Comments