fbpx
અમરેલી

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું અમરેલી એરપોર્ટ પર ઉષ્માભર્યુ સ્વાગત

અમરેલી ખાતે મંજૂર થયેલા રોડ, જિલ્લા રમત ગમત સંકુલ, ડિજિટલ લાઈબ્રેરી અને ઠેબી-વડી નદી પરના રિવર ફ્રન્ટ સહિતના વિકાસ કાર્યો ઉપરાંત લીલીયા રોડ અમરેલી સ્થિત દાદા ભગવાન મંદિર ખાતે ઉજવાઈ રહેલા દાદા ભગવાનની ૧૧૬મી જન્મ જયંતી મહોત્સવ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ હોય અમરેલી વિમાન મથક ખાતે તેમનું ઉષ્માભર્યુ સ્વાગત કરવામાં આવ્યું હતું. અમરેલી વિમાન મથક ખાતે સાંસદશ્રી નારણભાઈ કાછડીયા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભરતભાઈ સુતરીયા, નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરીયા, ધારાસભ્ય સર્વ શ્રી મહેશભાઈ કસવાલા, શ્રી જે.વી.કાકડીયા, શ્રી જનકભાઈ તળાવીયા, શ્રી હિરાભાઈ સોલંકી, રેન્જ આઈ.જી. શ્રી ગૌતમ પરમાર, કાર્યકારી જિલ્લા કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિનેશ ગુરવ, જિલ્લા પોલીસ વડા શ્રી હિમકર સિંઘ, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રાજેશભાઈ કાબરીયા અને અમરેલી જિલ્લા વહીવટી તંત્ર તથા મહાનુભાવો દ્વારા મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું

Follow Me:

Related Posts