fbpx
અમરેલી

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામય વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સાંસદ ભરતભાઈ સુતરિયાના અધ્યક્ષ સ્થાને ગરીબ કલ્યાણ મેળો સંપન્ન

રાજ્યના ગરીબ વર્ગો અને છેવાડાના વિસ્તારોના વંચિત લોકો સુધી સરકારની જન કલ્યાણકારી યોજનાઓના લાભ હાથોહાથ પહોંચાડતા ગરીબ કલ્યાણ મેળાની ૧૪મી કડી અંતર્ગત આયોજીત ગરીબ કલ્યાણ મેળો-૨૦૨૪ અમરેલી સ્થિત ખેડૂત તાલીમ ભવન ખાતે સંપન્ન થયો હતો.ડીસાથી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામય વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં અને સાંસદશ્રી ભરત ભાઈ સુતરિયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા સમારોહમાં રાજ્ય સરકારના વિવિધ વિભાગની ૩૩ યોજનાઓના ૨,૨૪૯ લાભાર્થીઓને રુ. ૩,૧૭, ૬૯, ૪૭૬નો લાભ સાધન સહાય સાથે આપવામાં આવ્યો.

સાંસદશ્રી ભરતભાઇ સુતરિયાએ કહ્યુ કે ‘રાજ્યના છેવાડા વિસ્તારના લાભાર્થીઓને હાથો હાથ લાભ આપતા ગરીબ કલ્યાણ મેળાની શરુઆત તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ અમરેલી જિલ્લાના રાજુલાથી કરી હતી. આ રાહ પર મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃતવમાં ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી સરકાર સીધી લાભાર્થી સુધી પહોંચી અને નાગરિકો જાગૃત્ત થયા છે.’સાંસદશ્રીએ ઉમેર્યુ કે ‘આજના કાર્યક્રમ દ્વારા લાભાર્થીઓને કિટનું વિતરણ, સાધન સહાય આપવામાં આવી છે જેના માધ્યથી છેવાડાનો માનવી આત્મનિર્ભર બનવા તરફ આગળ વધશે. વર્ષ-૨૦૪૭ સુધીમાં દેશને આત્મનિર્ભર બનાવવા માટે આત્મનિર્ભર ગુજરાતના મંત્ર સાથે આ ગરીબ કલ્યાણ મેળો સીમાચિન્હરુપ બની રહેશે.

અમરેલી જિલ્લામાં ગરીબ કલ્યાણ મેળા દરમિયાન અને મેળા પહેલા જિલ્લાના ૧૧ તાલુકા અને ૦૯ નગરપાલિકા વિસ્તારના ૨૫,૨૦૬ પુરુષો અને ૨૪,૪૩૪ મહિલા  સહિત ૪૯,૬૪૦ લાભાર્થીઓને વિવિધ વિભાગોની જુદી જુદી ૮૬ કલ્યાણકારી યોજનાઓ અન્વયે રુ.૮૧,૬૪,૩૬,૧૬૩ સાધન સહાયના લાભ આપવામાં આવ્યા છે.આ કાર્યક્રમમાં લાભાર્થીઓને વિવિધ સાધન સામગ્રીની કિટ આપવામાં આવી હતી. આ કિટમાં ખેતીલક્ષી, લુહારી, વેલ્ડીંગ કામ, પ્લમ્બર, સુથારીકામ, કડીયાકામ, બ્યુટી પાર્લર, અથાણાની બનાવટ, ઈલેક્ટ્રિક એપ્લાયંસીસ,  દરજી કામ,  સહિતની વિવિધ પ્રકારની કિટનું વિતરણ કરવામાં આવ્યું.

કાર્યક્રમના પ્રારંભે શહેરની વિવિધ શાળાઓની વિદ્યાર્થિનીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરી હતી. કાર્યક્રમમાં મુખ્ય સ્ટેજ લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે ચેક અને સાધન સહાયતાનું વિતરણ કરવામાં આવ્યું હતું.  લાભાર્થીઓએ તેમને મળેલી સહાયતા અને વિવિધ યોજનાઓના લાભ બદલ પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા.આ કાર્યક્રમમાં નગરપાલિકા અમરેલીના પ્રમુખ શ્રી બિપીનભાઈ લીંબાણી, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રી સુરેશભાઈ પાથર,  અમરેલી તાલુકા પંચાયત ઉપપ્રમુખશ્રી ધીરુભાઈ વાળા, જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, શ્રી મુકેશભાઈ બગડા, શ્રી કોઠીવાળ, શ્રી રાઠોડ,  અગ્રણી શ્રી મેહુલભાઈ ધોરાજીયા,    જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યા, નિવાસી અધિક કલેક્ટરશ્રી દિલીપસિંહ ગોહિલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી જાડેજા, અમરેલી, ધારી, સાવરકુંડલા, રાજુલા સહિતના પ્રાંત અધિકારી શ્રીઓ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી, તાલુકા શહેર મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, અધિકારીશ્રીઓ અને કર્મયોગીશ્રીઓ અને જિલ્લાના વિવિધ વિસ્તારના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts