મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી સી આર પાટીલનું દુધાળા-લાઠી સ્થિત હેલિપેડ પર ઉષ્માભર્યું સ્વાગત
આજરોજ લાઠી-અમરેલી ખાતે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે અંદાજે રુ.૪,૮૦૦ કરોડથી વધુના ખર્ચે કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગના ૧,૬૦૦ જેટલાં વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવાનું છે.આ કાર્યક્રમમાં સહભાગી થવા માટે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી સી આર પાટીલ દુધાળા-લાઠી આવી પહોંચતા હેલિપેડ ખાતે પુષ્પગુચ્છ અર્પણ કરી આવકારી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી સી આર પાટીલને, અમરેલી સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા, રાજ્ય સરકારના પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા, રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયા, જિલ્લાના ધારાસભ્ય સર્વ શ્રી જે.વી.કાકડીયા, શ્રી જનક તળાવીયા, શ્રી હિરાભાઈ સોલંકી, શ્રી મહેશભાઈ કસવાલા, જિલ્લા કલેકટર શ્રી અજય દહિયા, ભાવનગર રેન્જ આઈ.જી.શ્રી ગૌતમ પરમાર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યા, જિલ્લા પોલીસ વડા શ્રી હિમકર સિંઘ સહિતના પદાધિકારીશ્રીઓ-અધિકારીશ્રીઓએ પુષ્પગુચ્છ અર્પણ કરી આવકાર્યા હતા.
Recent Comments