અમરેલી

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું અમરેલી એરપોર્ટ ખાતે ઉમળકાભેર સ્વાગત

 રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું અમરેલી એરપોર્ટ ખાતે આગમન થતા તેમનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.  મુખ્યમંત્રી શ્રી સાવરકુંડલાની નાવલી નદી અંદાજે રુ.૨૫ કરોડના ખર્ચે નિર્મિત થનાર રિવરફ્રન્ટ સહિતના રુ.૧૨૨ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.મુખ્યમંત્રીશ્રીને નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઇ વેકરિયા, સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા, ધારાસભ્ય સર્વશ્રી જે.વી. કાકડીયા, શ્રી જનકભાઈ તળાવીયા, શ્રી મહેશભાઈ કસવાલા, જિલ્લા કલેકટર શ્રી અજય દહિયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યા, જિલ્લા પોલીસ વડા શ્રી હિમકર સિંઘ સહિતના મહાનુભાવોએ  ઉમળકાભેર આવકાર્યા હતા.

Related Posts