સુજલામ સુફલામ અભિયાનથી કાયા પલટ થયો, પહેલાં અમારા વિસ્તારમાં ૭૦૦ ફૂટે પાણી નહોતું નીકળતું, હવે ૫૦-૧૦૦ ફૂટે પાણી નીકળે છે : હરસુરપુર દેવળીયાસરપંચ મહેન્દ્રભાઈ વાળા
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના પ્રવાસે આવ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ લાઠી તાલુકાના હરસુરપુર દેવળીયામાં કાર્યરત ધોળકીયા ફાઉન્ડેશન દ્વારા થઈ રહેલા સુજલામ સુફલામ જળસંચય અભિયાનના કાર્યોનું નિરીક્ષણ કર્યુ હતુ. મુખ્યંત્રીશ્રીએ આ તકે હરસુરપુર દેવળીયામાં ગ્રામજનો સાથે સંવાદ કર્યો અને સરપંચશ્રીને તેમજ ગ્રામજનોને અભિનંદન પાઠવ્યા હતા. આ વિસ્તારમાં અગાઉ પાણીના તળ ખૂબ ઉંડા હતા. જો કે, રાજ્ય સરકાર પ્રેરિત સુજલામ સુફલામ અભિયાન હેઠળ ધોળકીયા ફાઉન્ડેશન દ્વારા ગાગડિયો નદી પર કરવામાં આવેલા જળસંચય અને ચેકડેમ ઉંડા કરવાના કાર્યોના કારણે પાણીના તળ ઊંચા આવ્યા છે. આ અભિયાન ખેડૂતો માટે આશીર્વાદ સમાન થઈ રહ્યુ છે. આ વિસ્તારમાં અગાઉ ક્યારેય મગફળીની ખેતીનું આટલા સારા પ્રમાણમાં ઉત્પાદન થઈ શકતું નહોતું પરંતુ પાણીના તળ ઊંચા આવતા હવે મુખ્ય પાક કપાસની સાથે ખેડૂતોને મગફળીની ખેતી માટે પ્રોત્સાહન મળતું થયું છે.
આ અંગે માહિતી આપતા હરસુરપુર દેવળિયાના સરપંચશ્રી વાળાએ જણાવ્યુ કે, ‘જળસંચયના આ કાર્યો દ્વારા અમારા વિસ્તારની કાયા પલટ થઈ છે. દુધાળાથી દેવળીયાની વચ્ચે જે ચેકડેમ ઉંડા થયા અને નવા ચેકડેમ બાંધવામાં આવ્યા તેના કારણે અમારા વિસ્તારમાં હવે હવે ૫૦-૧૦૦ ફૂટે પાણી નીકળે છે, અગાઉ આ વિસ્તારમાં ૭૦૦ ફૂટે પાણી નહોતું નીકળતું.’ સરપંચશ્રીએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈની પ્રેરક ઉપસ્થિતિમાં આ હકીકત જણાવતા મુખ્યમંત્રીશ્રીએ તેમને આ અંગે અહેવાલ મોકલવા કહ્યુ હતું અને ગ્રામજનોને પણ આ ભગીરથ કાર્યના સહભાગી થવા બદલ અભિનંદન આપ્યા હતા.
હરસુરપુર દેવળિયાના સરપંચશ્રીએ વધુમાં જણાવ્યું કે, આ વિસ્તારમાં પાણીનું તળ ઊંચું આવવાના કારણે ખેતીના ખર્ચમાં ઘટાડો થયો છે, પહેલાં મોટર ચલાવવાનો ખર્ચ વધુ આવતો હતો હવે એ ખર્ચ ઘટ્યો છે. ખેડૂતનું ઉત્પાદન વધ્યું છે, વધુ સારું ઉત્પાદન મળે છે અને ખેતીથી થતી આવક પણ વધી રહી છે. તેમણે સુજલામ સુફલામ જળ અભિયાન માટે પોતાના વિસ્તાર વતી રાજ્ય સરકાર અને ધોળકીયા ફાઉન્ડેશનનો આભાર માન્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના હરસુરપુર દેવળીયામાં કાર્યરત ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા થઈ રહેલા સુજલામ સુફલામ જળ સંચય અભિયાનના કાર્યોનું નિરીક્ષણ કર્યુ

Recent Comments