fbpx
ગુજરાત

 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો રાજ્યના અગ્નિશમન માળખાને સુદ્રઢ કરવાનો જનહિત અભિગમ રાજ્યના નગરોમાં બનશે મોડેલ ફાયર સ્ટેશન

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના અગ્નિશમન માળખાને સુદ્રઢ કરીને સમયાનુકુલ સાધનોથી સજ્જ કરવાનો જનહિત અભિગમ અપનાવ્યો છે
.
રાજ્યમાં કોઇપણ નાની-મોટી કુદરતી કે માનવસર્જિત આપત્તિઓ વખતે અગ્નિશમન સેવાઓની અગત્યતા અને આવશ્યકતા ધ્યાનમાં લેતાં શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની ૩૨ નગરપાલિકાઓમાં અત્યાધુનિક મોડેલ ફાયર સ્ટેશન નિર્માણની દિશા લીધી છે
.
આ સંદર્ભમાં, તેમણે રાજ્યની ૪ નગરપાલિકાઓ આણંદ નગરપાલિકાને રૂ. ૬ કરોડ ૩૦ લાખ, નડિયાદ નગરપાલિકાને રૂ. ૬ કરોડ રર લાખ, ગોધરા નગરપાલિકાને રૂ. પ કરોડ ૯૪ લાખ અને અમરેલી નગરપાલિકાને રૂ. પ કરોડ ૧ર લાખ મળીને કુલ ર૩.પ૮ કરોડ રૂપિયા મોડેલ ફાયર સ્ટેશન્સના નિર્માણ માટે મંજૂર કર્યા છે
.
આ મોડેલ ફાયર સ્ટેશન્સ પ૧૦૦ ચોરસ મીટર વિસ્તારમાં નિર્માણ થશે. અંદાજે રપ૦૦ ચો.મીટર જગ્યા ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાટર્સ માટે રાખીને અન્ય જગ્યા મોકડ્રીલ અને ફાયર સાધનો રાખવા માટે ઉપયોગમાં લેવાશે
.
નગરપાલિકાઓના આ મોડેલ ફાયર સ્ટેશનોમાં વોટર બ્રાઉઝર, ફાયર ફાઇટર, બૂલેટ ફાયર જેવા આધુનિક સાધનો ઉપલબ્ધ રહેશે
 
અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, શહેરી વિકાસ વિભાગે રાજ્યના ૩ર જિલ્લાઓમાં ૩ર નગરપાલિકાઓ ખાતે જિલ્લાના મુખ્ય ફાયર સ્ટેશન બનાવવા ૩ર વિભાગીય કચેરીઓ નિયત કરેલી છે
 
તદઅનુસાર, નાણાંકીય વર્ષ ૨૦રર-ર૩માં જિલ્લા કક્ષાના વડામથક ખાતેની ૧૬ નગરપાલિકાઓમાં નગરપાલિકા દીઠ રૂ. પ.૧૪ કરોડ પ્રમાણે ૮ર.ર૪ કરોડની સૈદ્ધાંતિક અનૂમિત મળેલી છે
 
એટલું જ નહિ, ર૦રર-ર૩ના બજેટમાં ફાયર સ્ટેશન દીઠ રૂપિયા ૧ કરોડ પ્રમાણે રૂ. ૧૬ કરોડની જોગવાઇ પણ કરવામાં આવી છે
.
આ ૩ર નગરપાલિકાઓના ફાયર સ્ટેશનની સેવાઓ વધુ સંગીન બનાવવા માટે પ્રત્યેક નગરપાલિકામાં ર૧ કર્મયોગીઓ એમ કુલ ૬૭ર નવી જગ્યાઓ પૈકી મોટાભાગની જગ્યાઓ પર ભરતી પણ કરવામાં આવેલી છે
 
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લા કક્ષાના મોડેલ ફાયર સ્ટેશનના નિર્માણ માટે જે વ્યૂહ અપનાવ્યો છે તેનાથી જિલ્લાઓમાં ફાયર-આગની આપત્તિ સમયે તાત્કાલિક બચાવ અને રાહત કાર્યો ઝડપથી થઇ શકશે

Follow Me:

Related Posts