મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યા ગણપતિ બાપ્પાના દર્શન
ગણેશ ચતુર્થીના પાવન અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદમાં પોતાના વિધાનસભા મત ક્ષેત્ર ઘાટલોડિયામાં વિવિધ સ્થળોએ સાર્વજનિક ગણેશઉત્સવના જનઉમંગમાં ભક્તિભાવપૂર્વક સહભાગી થયા હતા.મુખ્યમંત્રી એ ચાર સ્થળો એ દર્શન કર્યા જેમાં ભૂપેન્દ્ર પટેલે પાટીદાર ચોક – ઘાટલોડીયા, ગુરુકુળના મહારાજા – ગુરુકુળ રોડ, સરદાર ચોક – વસ્ત્રાપુર ખાતેના ગણેશ સ્થાપનમાં જઈને ભગવાન શ્રી ગણેશના દર્શન કરી આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે ધારાસભ્યો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, ડેપ્યુટી મેયર તથા વિવિધ વિસ્તારના સ્થાનિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments