મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેલ મહાકુંભ ૨.૦ના રજીસ્ટ્રેશન કર્ટેઇન રેઇઝર ઇવેન્ટ નો પ્રારંભ કરાવ્યો
અમદાવાદ ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેલ મહાકુંભ ૨.૦ના રજીસ્ટ્રેશન કર્ટેઇન રેઇઝર ઇવેન્ટ નો પ્રારંભ કરાવ્યો હતો. રમતગમત તથા સાંસ્કૃતિક વિભાગના મંત્રી હર્ષ સંઘવી પણ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીએ ખેલ મહાકુંભ ૨.૦ ની રજીસ્ટ્રેશન લિંક તથા ટોલ ફ્રી નંબરને ખુલ્લો મૂક્યો હતો.ખેલમહાકુંભ ૨.૦માં ભાગ લેવા ઇચ્છુક યુવાનો રંંॅજઃ//ારીઙ્મદ્બટ્ઠરટ્ઠોદ્બહ્વર.ય્ેદ્ઘટ્ઠટ્ઠિં.ર્ખ્તદૃ.ૈહ પર ઓનલાઇન રજીસ્ટ્રેશન તથા વધુ વિગતો મેળવી શકશે. આ ઉપરાંત ૧૮૦૦ ૨૭૪ ૬૧૫૧ ટોલ ફ્રી નંબર જાહેર કરાયો છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી જે ‘ખેલે તે ખીલે’ ના ઉમદા વિચાર સાથે આરંભાયેલ ખેલમહાકુંભનું બીજ આજે વટવૃક્ષ બની ગયું છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્ય સરકાર રમતવીરો માટે તમામ પ્રકારની મદદ કરવા સંકલ્પબદ્ધ છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, પહેલાના સમયમાં ખેલકૂદ ક્ષેત્રે રાજ્યનું નામ નહોતું પરંતુ ખેલમહાકુંભના સફળ આયોજનોથી હવે રાજ્યના યુવાનો દેશ-વિદેશમાં ઝળક્યા છે. ગુજરાત આજે દરેક ક્ષેત્રે આગળ વધી રહ્યું છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસી ખાતે આશરે ૩૦,૦૦૦ જેટલા લોકો મેચ નિહાળી શકે તેવા સ્ટેડિયમનું ખાતમુર્હુત કર્યું છે. રાજ્ય સરકારે ૩૬મી નેશનલ ગેમ્સનું આયોજન ૩ મહિનાના ખૂબ જ ટૂંકા સમયગાળામાં કર્યું તે આપણા સૌ માટે ગૌરવપૂર્ણ બાબત છે તેવું એમણે ઉમેર્યું હતું. આ પ્રસંગે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગના મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, રમતવીરોના ઉજ્જવળ ભવિષ્ય માટે તથા યુવાનો ગુજરાત અને દેશનું નામ રોશન કરી શકે તે માટે ખેલમહાકુંભ વિવિધ રમતો માં વિજેતા થનાર ખેલાડીઓને કુલ ૪૫ કરોડ રૂપિયાના ઇનામો મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરણા અને માર્ગદર્શનમાં આપવામાં આવશે.
મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર યુવાનોને વધુમાં વધુ કેવી રીતે પ્રોત્સાહિત કરી શકે તે સંદર્ભે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં આ વખતે ખેલમહાકુંભમાં બદલાવ લાવવામાં આવ્યો છે. મંત્રી હર્ષ સંઘવીએ ખેલમહાકુંભની સફળતા વર્ણવતા કહ્યું કે, ૨૦૧૦માં જ્યારે ખેલમહાકુંભની શરૂઆત થઈ ત્યારે ૧૬ લાખ યુવાનોએ રજીસ્ટ્રેશન કર્યું હતું જ્યારે ગયા વર્ષે ૫૫ લાખ જેટલા યુવાનોએ રજીસ્ટ્રેશન કર્યું એ ગૌરવની વાત છે. આ વખતે ખેલમહાકુંભમાં કરવામાં આવેલા બદલાવ વિશેની વાત કરતા મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ખેલમહાકુંભ ૨.૦માં ૩૫ રમતો ઉપરાંત વુડબોલ, સેપક ટકરાવ, બીચ વોલીબોલ અને બીચ હેન્ડબોલ જેવી નવી ૪ રમતો મળી કુલ ૩૯ જેટલી રમતોની સ્પર્ધાનું આયોજન કરાયું છે. આ ઉપરાંત અંડર ૯ વયજૂથનો સમાવેશ કરવામાં આવ્યો છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે યુવાનોના હિતમાં ર્નિણય કર્યો કે, ખેલમહાકુંભ ૨.૦માં કોઈપણ ખેલાડી ૨ રમતમાં ભાગ લઈ શકશે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, આ વખતે ખેલમહાકુંભ ૨.૦માં દરેક રમતમાં વિજેતા ખેલાડીઓને આપવામાં આવતી રોકડ પુરસ્કારની રકમ પારદર્શકતા સાથે જે – તે વિજેતા ખેલાડીઓના બેંક ખાતામાં ઇ્ય્જીથી તબદીલ કરવામાં આવશે. આ ઉપરાંત સામાન્ય અને દિવ્યાંગ ખેલાડીઓ વચ્ચે કોઈ તફાવત નહીં રાખવા રાજ્ય સરકારે વ્યવસ્થાઓ કરી છે. વધુમાં તેમણે કહ્યું કે, રાજ્યકક્ષાની રમતમાં વિજેતા થયેલા ઉમેદવારોને નેશનલ – ઈન્ટરનેશનલ કક્ષાએ જવા માટે યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે. તેમણે કહ્યું કે, એશિયન ગેમ્સમાં ભાગ લેનાર તમામ ખેલાડીઓને રાજ્ય સરકાર તરફથી રૂ.૫ લાખની રકમ ઈનામ રૂપે આપવામાં આવશે.રમતગમત વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમારે પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, ખેલમહાકુંભ એ ગ્રાસરૂટ લેવલે યુવાનોનું ટેલેન્ટ આઇડેન્ટીફિકેશન કરી યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવાનું માધ્યમ છે. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ૨૦૧૦માં પ્રારંભ કરાવેલ ખેલમહાકુંભ આજે ૧૨ વર્ષ પૂર્ણ થયા છે. આ સફર ખૂબ જ પ્રેરણાદાયક રહી છે.વધુમાં તેમણે જણાવ્યું કે, રમતગમત વિભાગનો પ્રયાસ છે કે રાજ્યના દરેક રમતવીરોને યોગ્ય તક પૂરી પાડવામાં આવે.
આ પ્રસંગે અમદાવાદ શહેરના મેયર શ્રીમતી પ્રતિભા જૈન, જિલ્લા કલેકટર પ્રવીણા ડી.કે., સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સચિવ આર.ડી.ભટ્ટ, યુવા અને સાંસ્કૃતિક વિભાગના જાેઇન્ટ સેક્રેટરી કે.એસ.વસાવા, સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો.અર્જુનસિંહ રાણા તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments