મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાયબ્રન્ટ સમિટ ૨૦૨૨ સંદર્ભે મુંબઈમાં ઉદ્યોગપતિઓ સાથે વન ટુ વન બેઠકો યોજી, રોડ શો કર્યો
ગુજરાતમાં આવતા વર્ષે વાયબ્રન્ટ સમિટ ૨૦૨૨ યોજવાનું છે જેની તૈયારીઓ જાેરશોરથી સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. દેશ અને વિદેશના લાખો રોકાણકારોને આકર્ષવા માટે રોડ શો પણ યોજવામાં આવ્યાં છે. તેના સંદેર્ભે ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુંબઈની મુલાકાત લીધી છે. મુંબઈ પહોંચીને મુખ્યમંત્રીએ ત્યાંના અગ્રણી ઉદ્યોગ જગતના લોકો સાથે મુલાકાત કરી છે. વન ટુ વન બેઠકથી દિવસનો પ્રારંભ કરાયો હતો.મુખ્યમંત્રીને ટાટા સન્સના ચેરમેન નટરાજ ચંદ્રશેખરે મળીને ગુજરાતમાં આગામી બે વર્ષમાં ટાટા મોટર્સના સાણંદ પ્લાન્ટમાં નવા રોકાણો અંગે માહિતી આપી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની બેંક ઓફ અમેરિકાના પ્રેસિડન્ટ અને ઇન્ડિયા હેડ કાકુ નખાટે સાથે થયેલી બેઠકમાં કાકુ નખાટેએ બેંક ઓફ અમેરિકાના ગુજરાત પ્રોજેક્ટ્સ વિશે મુખ્યમંત્રીને માહિતગાર કર્યા હતા. બેંક ઓફ અમેરિકા ગિફ્ટી સિટી કેમ્પસમાં એક લાખ ચોરસ ફૂટમાં ગ્લોબલ બિઝનેસ સર્વિસ સેન્ટર ચલાવી રહ્યું છે. ગિફ્ટ સિટીમાં બેંક ઓફ અમેરિકાનું કેન્દ્ર, ફિનટેક અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. અને મોટા પાયે આ સેક્ટરમાં રાજ્યના યુવાનોને રોજગાર અવસર પુરા પાડે છે. મુખ્યમંત્રીએ કાકુ નખાટેને ગીફ્ટ સિટીમાં વિકસાવવામાં આવી રહેલી વિવિધ સુવિધાનો લાભ લેવા પણ જણાવ્યું હતું અને વાઇબ્રન્ટ સમિટમાં જાેડાવા આમંત્રણ આપ્યું હતું. તેમજ મુખ્યમંત્રીએ ટાટા હોટેલ્સ દ્વારા કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે હોટલ નિર્માણમાં પણ તેઓ આગામી સમયમાં આગળ વધશે તેવી તત્પરતા વ્યક્ત કરી હતી.તેમણે આગામી સમયમાં ટાટા કેમિકલ્સ ના પ્લાન્ટના એક્સપાન્શન માટેની પણ તત્પરતા વ્યક્ત કરીને ચર્ચા કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે કોટક મહિન્દ્રા બેંકના સ્ડ્ઢ અને ઝ્રઈર્ં ઉદય કોટકે વન ટુ વન બેઠક યોજીને ગુજરાતે કરેલી પ્રગતિની પ્રસંશા કરી હતી. ગિફ્ટ સિટીમાં ફાયનાન્સ અને બેન્કિગ સેકટર માટેની સુવિધાઓ આ સેકટરના રોકાણકારો માટે વિશાળ તકો પૂરી પાડે છે તેમ જણાવ્યું હતું. ઉદય કોટકે પોતે ગુજરાતી હોવાના નાતે ગુજરાતના વિકાસમાં અને સમાજ હિત કામોમાં પોતાની સહભાગિતા માટે પણ ઉત્સુકતા દર્શાવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૨૫ નવેમ્બરે દિલ્હીમાં ઉદ્યોગકારો સાથે મુડી રોકાણ અંગે ચર્ચાઓ કરી હતી. ગાંધીનગરમાં ઉદ્યોગ સચિવ રાજીવ ગુપ્તા અને ઉદ્યોગકારો વચ્ચે સ્ર્ંેં થયા હતાં. ગત સોમવારે માત્ર એક જ કંપની આરતી ઈન્ડસ્ટ્રીઝ સાથે એક કે બે નહીં પરંતુ પાંચ- પાંચ સ્ર્ંેં કરવામાં આવ્યાં હતાં. આજે માત્ર ૧૪ મિનિટમાં જ ૧૪ હજાર કરોડના સ્ર્ંેં થયા હતાં. ૪ મિનિટ મુખ્યમંત્રીનું પ્રવચન ચાલ્યું હતું અને આખો કાર્યક્રમ માત્ર ૧૮ મિનિટમાં જ પૂરો થઈ ગયો હતો.
Recent Comments