રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા ૪.૬૪ કરોડ રૂપિયા ની રકમનો ચેક મુખ્યમંત્રી રાહત નિધિ માટે અર્પણ કરવામાં આવ્યો હતો. રાજ્યમાં તાજેતરના ભારે વરસાદથી અસરગ્રત થયેલા લોકોની સહાય માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની સમગ્ર ગુજરાતની શાખાઓના અધિકારી કર્મચારીઓના એક દિવસના પગારની રકમના સ્વૈચ્છિક ફાળાનો આ ચેક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ચીફ જનરલ મેનેજર હેમંત કરોલીયાએ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલને અર્પણ કર્યો હતો. આ વેળાએ બેંકના વરિષ્ઠ અધિકારીઓ તેમજ કર્મચારી યુનિયનના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા ૪.૬૪ કરોડ રૂપિયા ની રકમનો ચેક મુખ્યમંત્રી રાહત નિધિ માટે અર્પણ કરવામાં આવ્યો

Recent Comments