મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાતે ભારતીય સેનાના દક્ષિણ કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત ભારતીય સેનાના દક્ષિણ કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ લેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠે ગાંધીનગરમાં લીધી હતી. ૧ જુલાઈ ૨૦૨૪થી લેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠે ભારતીય સેનાના દક્ષિણ કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફનો પદ ભાર સંભાળ્યો છે. તેઓએ આ પદભાર સંભાળતા પૂર્વે દિલ્હી એરિયા મુખ્યાલય તથા દક્ષિણ પશ્ચિમી કમાન્ડમાં સેવાઓ આપી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની તેમની આ મુલાકાતમાં મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જાેશી ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments