fbpx
સૌરાષ્ટ - કચ્છ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટ મનપા હેડક્વાર્ટરની મુલાકાત લઈ બેઠક કરી હતી

રાજકોટ શહેરની સીમમાં આવેલ રામપરા બેટી ગામમાં વિચરતી જાતિઓ માટે એક આવાસ વસાહતનુ ઉદ્‌ઘાટન કર્યા પછી સીએમ ભૂપેન્દ્ર પટેલ શુક્રવારે બપોરે શહેરના ઢેબર ચોકમાં આવેલા રાજકોટ મહાનગરપાલિકા મુખ્યાલયમાં ગયા. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજકોટના મેયર પ્રદીપ દવ અગાઉથી જ હેડક્વાર્ટર પહોંચી ગયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેકશન માટે વપરાતી ૩૧ મીની ટીપર વાન અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તેના ઘન કચરા વ્યવસ્થાપન વિભાગ માટે ખરીદેલી બે ક્લોઝ-બોડી ટ્રકોને ફ્લેગ ઓફ કરી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહેલા મેયરની ચેમ્બરમાં મીટીંગ કરી અને પછી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે કૉન્ફરન્સ હોલમાં ગયા. કૉન્ફરન્સ હોલમાં સીએમ અને રૂપાણીએ શહેરના વહીવટી ઝોન પ્રમાણે ત્રણ જૂથમાં વહેંચાયેલા ભાજપના કોર્પોરેટરો સાથે બેઠક યોજી હતી. મુખ્યમંત્રી સાથેની બેઠકમાં મેયર સહિત ભાજપના ૬૮ કોર્પોરેટરો ઉપરાંત ભાજપના શહેર એકમના હોદ્દેદારો તેમજ ભાજપના પ્રમુખો, મહામંત્રીઓ અને રાજકોટ મહાનગરપાલિકાના તમામ ૧૮ ચૂંટણી વોર્ડના પક્ષના પ્રભારીઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા.રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શુક્રવારે રાજકોટ મહાનગરપાલિકાના મુખ્યાલયની મુલાકાત લીધી હતી અને શાસક ભાજપના કોર્પોરેટરો અને પક્ષના સ્થાનિક પદાધિકારીઓ સાથે શુક્રવારે રાજકોટમાં સમીક્ષા બેઠક યોજી હતી. મુખ્યમંત્રી આરએમસીમાં વિરોધ પક્ષના નેતાની આગેવાની હેઠળના કોંગ્રેસના પ્રતિનિધિ મંડળવે પણ મળ્યા હતા અને તેમની માંગણીઓ પર ધ્યાન આપવાની ખાતરી આપી હતી.

Follow Me:

Related Posts