fbpx
અમરેલી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલ અમરેલી જિલ્લાની મુલાકાતે

નૂતન વર્ષના પ્રારંભે રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમરેલી જિલ્લાના સાવરકુંડલા અને ચાડીયા મુકામે બુધવારે તા. ૦૫ નવેમ્બર, ૨૦૨૪ના રોજ પધારશે. મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં સાવરકુંડલા ખાતે રુ.૧૨,૨૨૨ લાખના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ થશે. મુખ્યમંત્રીશ્રી સાવરકુંડલાના મુકામે વિવિધ ધાર્મિક સ્થળો અને હૉસ્પિટલની મુલાકાત લેશે અને નૂતન વર્ષે દેવસ્થાનોમાં શીશ ઝુકાવશે.  જ્યારે અમરેલી જિલ્લાના ચાડીયા મુકામે જળસિંચન માતૃ વંદના કાર્યક્રમ યોજાશે સાવરકુંડલા મુકામે સાવરકુંડલા નગરપાલિકા વિસ્તારના રુ.૧૦,૩૮૫ લાખના ખાતમુહૂર્ત અને માર્ગ અને મકાન વિભાગ પંચાયતના ૪૯૦ લાખ રુપિયાના લોકાર્પણ અને રુ.૧,૩૪૭ લાખના ખાતમહૂર્ત થશે. સાવરકુંડલા નગરપાલિકા વિસ્તારના સાવર વિભાગમાં અંદાજે ૩૦ વર્ષ પહેલાં ભૂગર્ભ ગટરનું કામ કરવામાં આવ્યું હતું. આ વિસ્તારોમાં મકાનની સંખ્યા તથા વસ્તી વધતા ભૂગર્ભ ગટર સુધારણાની જરુરિયાત હતી. જેથી આ વિસ્તારમાં રુ.૫,૬૭૨ લાખના ખર્ચે ૬૭ કિ.મી. લંબાઈ ધરાવતી ૨,૨૯૫ ચેમ્પર અને ૦૩ ભૂગર્ભ પંપીંગ સ્ટેશન ધરાવતી ભૂગર્ભ ગટર યોજના ભાગ ૦૨નું ખાતમુહૂર્ત થશે.

સાવરકુંડલા શહેરીજનોની સમયાંતરે થતી માંગણીઓને ધ્યાને લેતા રુ.૨,૫૦૬ લાખના ખર્ચે નાવલી રિવરફ્રન્ટ યોજનાનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે ખાતમુહૂર્ત થશે. વિકાસના પાયા સમાન શહેરની મધ્યમાંથી પસાર થતી રિવરફ્રન્ટ પર્યટન સ્થળ તરીકે વિકસશે. એન્ટ્રી પોઇન્ટ, ફ્લેગ પ્લેટફોર્મ, હાઈમસ્ટ ટાવર, ચીલ્ડ્રન પ્લે એરીયા, આર.સી.સી. પાથવે, એલ.ઈ.ડી લાઇટ ફુડ સ્ટોલ જેવી સુવિધાઓ ઉપલબ્ધ થશે. સાવરકુંડલા નગરપાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના યુ.ડી.પી.-૮૮ અંતર્ગત વર્ષ ૨૦૨૪-૨૦૨૫ અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં સી.સી. રોડ, બ્લોક પેવીંગ અને સ્મશાન સુધારણાના રુ.૬૦૦ લાખના ૨૬ કામોનું ખાતમુહૂર્ત થશે. મુખ્યમંત્રીશ્રીના હસ્તે નગરપાલિકા વિસ્તારમાં પાણી પુરવઠા યોજના, આર.સી.સી. સંપ, ઈ.એસ.આર, પાઇપ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કના રુ.૧,૬૦૭ લાખના કામોનું ખાતમુહૂર્ત થશે. જેમાં સાવરકુંડલાથી ૦૬ કિ.મી. દૂર હાથસણી ડેમ પાસે કૂવો બનાવી ત્યાંથી શહેરના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી પાણી લાવી અને શહેરના અલગ-અલગ વિસ્તારોમાં પાણી પૂરું પાડવાનું આયોજન છે.

મુખ્યંત્રીશ્રીના હસ્તે સાવરકુંડલા-માર્કેટીંગ યાર્ડથી બાયપાસને જોડતા રુ.૪૦૦ લાખના ખર્ચે તૈયાર થયેલા ૦૩ કિ.મી. સીસી રોડનું લોકાર્પણ થશે. આ રોડના વિકાસ કાર્યને લીધે તાલુકા સાથે જોડાયેલા ગ્રામ્ય વિસ્તારને ફાયદો થશે, ખાસ કરીને માર્કેટીંગ યાર્ડમાં ખેતપેદાશો લાવતા ૮૪ ગામના ખેડુતોને લાભ થશે. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ મંજૂર થયેલ આ રોડ બાયપાસ નજીક આવેલા ધાર્મિક અને પ્રવાસન સ્થળો માટે પણ ઉપયોગી થશે. મુખ્યમંત્રીશ્રીના હસ્તે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના વર્ષ ૨૦૨૨-૨૦૨૩ અંતર્ગત બાગોયા-મિતિયાળા ૦૭ કિ.મી. રોડનું કાચા રોડથી ડામર રોડ રુપાંતરણનું ખાતમુહૂર્ત થશે. રુ.૫૩૦ લાખના ખર્ચે તૈયાર થનાર આ સડક ગ્રામ્ય વિસ્તારના નાગરિકોની સુવિધામાં ઉમેરો થશે.આ યોજના હેઠળ રુ.૫૨૦ લાખના ખર્ચે તૈયાર થનાર ઓળિયા-નાના ભામોદ્રા રોડનું ખાતમુહૂર્ત થશે.

મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના વર્ષ ૨૦૨૩-૨૦૨૪ અંતર્ગત સાવરકુંડલા-બોઘરીયાણી-ધજડી પર રુ.૯૦ લાખના ખર્ચે તૈયાર થયેલા ૪.૪૦ કિ.મી. માર્ગનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે લોકાર્પણ થશે. ૩૦૫૪ ખાસ મરામત યોજના જિરા સ્ટેશન-જૂના સાવર વચ્ચેના ૪.૪૦ કિ.મી. માર્ગનું રુ.૧૫૭ લાખના ખર્ચે રિ-સર્ફેસીંગ કામનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે ખાતમુહૂર્ત થશે. આ યોજના અંતર્ગત જૂના સાવર-કેરાળા ૦૪ કિ.મી. માર્ગનું રુય ૧૪૦ લાખના ખર્ચે રિ-સર્ફેસીંગ કામનું ખાતમુહૂર્ત થશે. મુખ્યમંત્રીશ્રી સાવરકુંડલાના અમૃતવેલ ખોડીયાર મંદીર, માનવ મંદીર, શિવ દરબાર આશ્રમ, લલ્લુભાઈ શેઠ હોસ્પિટલની મુલાકાત કરશે. સાવરકુંડલા રિદ્ધિ સિદ્ધિ ચોક ખાતે વિવિધ કામના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. મુખ્યમંત્રીશ્રીના હસ્તે એ.પી.એમ.સી. સાવરકુંડલા ખાતે પૂર્વ ધારાસભ્ય શ્રી ભગવાન બાપા કસવાલાની પ્રતિમાનું અનાવરણ થશે અને એ.પી.એમ.સી. ખાતે મુખ્યમંત્રીશ્રીનો અભિવાદન સમારોહ યોજાશે.

Follow Me:

Related Posts