મુખ્યમંત્રી યોગીના કાર્યક્રમમાં હથિયાર લઈને ઘૂસ્યો શખ્સ : ૪ પોલીસકર્મી સસ્પેન્ડ
ગત ૧૯ ઓક્ટોબરના રોજ સીએમ યોગી બસ્તીના અટલ બિહારી પ્રેક્ષાગૃહમાં પહોંચ્યા હતા. ત્યાં તેમના કાર્યક્રમમાં ગૌર બ્લોક પ્રમુખ જટાશંકર શુક્લના સગા ભાઈનો સાળો જિતેન્દ્ર પાંડે લાઈસન્સવાળા હથિયાર સાથે સામેલ થઈ ગયો હતો. બાદમાં ઈટાવા સીઓ રમેશ ચંદ્ર પાંડેની નજર પડી તો તેમણે તેને બહાર કાઢીને પુછપરછ કરી હતી.
પુછપરછ દરમિયાન જાણવા મળ્યું કે, પ્રવેશ દ્વાર પર સુરક્ષામાં તૈનાત પોલીસ કર્મચારીઓની બેદરકારીના કારણે તે વ્યક્તિ કાર્યક્રમમાં હથિયાર લઈને દાખલ થઈ હતી. આ મામલે ૪ પોલીસ કર્મચારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશના બસ્તી ખાતે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સુરક્ષામાં ચૂક મામલે ૪ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ બનાવ ૧૯ ઓક્ટોબરના રોજ બન્યો હતો. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના કાર્યક્રમમાં એક શખ્સ હથિયાર લઈને સામેલ થયો હતો. બસ્તી એસપી આશીષ શ્રીવાસ્તવે આ મામલે ૪ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા છે.
Recent Comments