fbpx
અમરેલી

મુખ્યમંત્રી રાહત ફંડમાં ઓનલાઈન ડોનેશન ફેસેલિટી ઉપલબ્ધ

મુખ્યમંત્રીશ્રી રાહત ફંડમાં ઓનલાઈન ડોનેશન ફેસેલિટી ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. જેની લીંક https:Gujarat.gov.in/CMRF/Donation ઓનલાઈન રાહત પોર્ટલ પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવેલ છે. જેમાં કોઈપણ વ્યક્તિ ભારતમાં કે ભારત બહારથી પણ આપેલ લીંક પર ક્લિક કરી પોતાના મોબાઈલ નંબર પરથી ઓટીપી જનરેટ કરી, પોતાનું નામ, સરનામું, પાનકાર્ડ નંબર, ઈ-મેઈલ આઈડી જેવી પ્રાથમિક વિગતો ભરી સબમિટ કરી, પે-ડોનેશન પર ક્લિક કરીને અલગ અલગ પેમેન્ટ મોડ જેવા કે, યુપીઆઈ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ઈન્ટરનેટ બેન્કિંગ, ક્યુ આર કોડના માધ્યમથી ઓનલાઈન પેમેન્ટથી સીએમ રીલીફ ફંડમાં ડોનેશન આપી શકે છે. ઉપરાંત સક્સેસફુલ થયે ઓટો જનરેટ ઈ-રીસીપ્ટ તથા મુખ્યમંત્રીશ્રી દ્વારા આપવાના થતા અપ્રેસલ લેટર પણ તાત્કાલિક મોબાઈલ પર જ ક્યુ આર કોડ વાળા માન્ય પીડીએફથી મળી જશે તેમ મામલતદાર ડીઝાસ્ટર- અમરેલીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Follow Me:

Related Posts