મુખ્યમંત્રી રિલીફ ફંડમાં ૪૭૫ કરો આવ્યા, જેમાંથી ૩૦૦ કરોડ તો ખર્ચાઈ પણ ગયા

કોરોના મહામારીમાં મુખ્યમંત્રીના રાહત ફંડમાં છેલ્લા દોઢ વર્ષ દરમિયાન કુલ ૪૭૫ કરોડ રૂપિયા જમા થયા છે. જે પૈકીમાંથી સરકારે નાગરિકો માટે ૩૦૦ કરોડ રૂપિયા તો ખર્ચી પણ નાખ્યા છે, જેમાં વિવિધ મ્યુનિ. કોર્પોરેશનોને કોરોનાની સારવાર તેમજ ઈન્જેક્શનો સહિતની વિવિધ સામગ્રીની ખરીદી માટે ફળવાયેલી રકમ, કોરોનાની ડયૂટી દરમિયાન મૃત્યુ પામનારા કર્મચારીઓને વળતરની ચુકવણી તેમજ રેલવે-ટ્રાન્સપોર્ટેશનમાં થયેલા ખર્ચનો સમાવેશ થાય છે. બાકી રહેલા સીએમ ફંડના નાણાં હજુ આગામી દિવસોમાં કોરોનાના દર્દીઓના કલ્યાણ માટે જ વાપરવામાં આવશે.
કોરોના બાદ મ્યૂકરમાઇકોસિસની મહામારીમાં પણ જરૂરી દવા પૂરી પાડવામાં તંત્ર અણઘડ સાબિત થયું છે. આ ગંભીર બીમારીની સારવાર માટેને એમ્ફેટેરીસીન ઇન્જેક્શનની અછત છે. તંત્રએ દર્દીઓના સગાં-વહાલાઓને જે રીતે રેમેડેસિવિર, ઓક્સિજન અને વેન્ટિલેટર માટે દોડાવ્યા હતા એ જ સ્થિતિ અત્યારે ફરીથી ઊભી થઈ છે. જેને લઈને ચર્ચા શરૂ થઈ છે કે સરકાર આટલી મિટિંગો કરે છે અને તેમની પાસે ડોક્ટરોની ટાસ્ક ફેર્સ છે છતાં કોઈ પરિણામ કેમ મળી શકતું નથી? મ્યૂકરમાઇકોસિસ રોગ છેક એપ્રિલમાં જ આવી ગયો હતો.
મહારાષ્ટ્ર અને યુપી જેવાં રાજ્યોમાં કોરોનાના વધુ કેસ હોવા છતાં ત્યાં મ્યૂકરના કેસ ઓછા થયા જ્યારે ગુજરાતમાં મ્યૂકરના કેસ વધુ થયા છે. આમ છતાં મંત્રીઓ કે બાબુઓ આ રોગને અટકાવવા કે તેની સારવાર માટેના ઈન્જેક્શનોને ઉપલબ્ધ કરાવી શક્યા નથી. સરકારે મોટા મોટા નિષ્ણાત ડોકટરોની ટીમ બનાવી છે. રોગની શરૂઆત થઇ ત્યારે સરકારને કોણે અને કેવી સલાહ આપી હતી તે પ્રશ્ન પણ મોટો છે. જાે આગામી સમયમાં દર્દીઓ વધશે તો વધુ ગંભીર સમસ્યા સર્જાશે.
Recent Comments