fbpx
ગુજરાત

મુખ્યમંત્રી રૂપાણીએ શ્રમિકો,બાંધકામ શ્રમિકોની ઓનલાઇન નોંધણી માટે મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરી

મુખ્યમંત્રી રૂપાણીએ અસંગઠિત ક્ષેત્ર -અનઓર્ગેનાઇઝ્‌ડ સેક્ટરના શ્રમિકો, બાંધકામ શ્રમિકોની ઓનલાઇન નોંધણી માટેના પોર્ટલ ઇ – નિર્માણ અને મોબાઇલ એપ્લિકેશનનું લોન્ચિંગ ગાંધીનગરમાં કર્યું છે. રાજ્યના શ્રમ રોજગાર વિભાગ દ્વારા ૨૦૧૫ના વર્ષથી અસંગઠિત ક્ષેત્રના કામદારોની નોંધણી કરી ” યુ વિન કાર્ડ ” આપવાની યોજનામાં ૯.૨૦ લાખ અસંગઠિત કામદારો નોંધાયા છે.
મુખ્યમંત્રી રૂપાણીએ આવા શ્રમયોગીઓના શ્રમનો -પરિશ્રમનો મહિમા કરતાં અને રાજ્યની અવિરત વિકાસ યાત્રામાં આવા અદના માનવીઓના યોગદાન પ્રત્યેની સંવેદનશીલતારૂપે આ નવતર પહેલ ગુજરાતમાં કરવા માટે શ્રમ રોજગાર વિભાગને પ્રેરિત કરેલો છે.

શ્રમયોગીઓને પોતાનો રોજ એટલે કે કામનો દિવસ પાડીને, કામ છોડીને આવા યુ-વિન કાર્ડ અંગેની નોંધણી માટે સરકારી કચેરીએ જવું ન પડે તેવી શ્રમયોગી કલ્યાણ સંવેદના દર્શાવીને મુખ્યમંત્રી રૂપાણીએ હવે ગુજરાતમાં આ નવતર અભિગમ અપનાવીને ઓનલાઇન અને પોર્ટલ પર તેમજ કોમન સર્વિસ સેન્ટર દ્વારા આવા અસંગઠિત શ્રમિકોની નોંધણી સરળ બનાવી છે.
અસંગઠિત ક્ષેત્રના કામદારોની હવે તેમના કાર્ય વિસ્તાર કે રહેઠાણના સ્થળે જ કેમ્પ યોજીને કોમન સર્વિસ સેન્ટર દ્વારા નોંધણી થશે આવા કામદારોને તેમની ઓળખના આધારકાર્ડ, બેંક ખાતાની વિગતો, મોબાઇલ નંબર,રેશનકાર્ડ અથવા આવક પ્રમાણપત્ર જેવા જરૂરી પુરાવા અને દસ્તાવેજાેના આધારે ચકાસણી કરીને સ્થળ પર જ ઓનલાઇન યુ-વીન કાર્ડ કોમન સર્વિસ સેન્ટર દ્વારા વિના મૂલ્યે આપવામાં આવશે.

યુ-વિન કાર્ડ ધરાવનારા આ અસંગઠિત કામદારોને પણ અગાઉ લાભ મેળવતા આ ક્ષેત્રના કામદારોને મળે છે તેમજ મા અમૃતમ, અકસ્માત વીમા યોજના, શ્રમિક અન્નપૂર્ણા યોજના જેવી યોજનાઓના લાભ મળી શકશે. એટલું જ નહિ આવા અસંગઠિત કામદારોનો ડેટા બેઇઝ આ નોંધણીથી સરળતા એ ઉપલબ્ધ થવાથી

Follow Me:

Related Posts