ગુજરાત

મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે પીએસએ ઓક્સિજન પ્લાનનું કરાયું લોકાર્પણ

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બોટાદ જિલ્લાના ગઢડાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ૨૨ લાખના ખર્ચે નિર્માણ પામેલા ૧૫૦ લીટર પ્રતિ મિનિટ ક્ષમતાના પીએસએ ઓક્સિજન પ્લાન્ટનું વચ્ર્યુઅલ લોકાર્પણ ગાંધીનગરથી કર્યું હતું. આ પ્લાન્ટ શરૂ થવાથી જરૂરિયાતના સમયે ૮૦ ગામના લોકોને લાભ મળશે.

મુખ્યમંત્રીએ કહ્યું કે હવે આપણે કોરોનાની મહામારીથી બહાર નીકળી રહ્યા છીએ. ગઈકાલે ૭૦ જેટલા કેસો આવ્યા છે જે ભૂતકાળમાં ૧૪ હજાર જેટલા થઈ ગયા હતા. મુખ્યમંત્રીએ (ઝ્રસ્ ફૈદ્ઘટ્ઠઅ ઇેॅટ્ઠહૈ) ગૌરવ સાથે કહ્યું કે દેશમાં ગુજરાત એક માત્ર એવું રાજ્ય છે જ્યાં સંપૂર્ણ લોકડાઉન કર્યા વિના આપણે કોરોના પર નિયંત્રણ લાવી શક્યા છીએ.

વિજય રૂપાણીએ જણાવ્યું કે કોરોનાની સમભવિત ત્રીજી લહેરને પહોંચી વળવા રાજ્યમાં ૧૮૦૦ મે. ટન ઓકસીજન પેદા કરવાના આયોજન સાથે ૩૦૦ પ્લાન્ટ રાજ્યમાં ઊભા કરાશે તેમાંથી ૨૭૫ તો તૈયાર પણ થઈ ગયા છે. રાજ્યમાં ૮ લાખ લોકોને આપણે સાજા કરીને ઘરે મોકલ્યા છે. રિકવરી રેટ પણ ૯૮ ટકા પહોંચી ગ્યો છે.
ગુજરાતે કોરોના સામે સફળતા પૂર્વક નિયંત્રણ કરીને દેશને એક મોડલ પૂરું પાડ્યું છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે આપણે પ્રાર્થના કરીએ કે ત્રીજી લહેર આવે જ નહિ આમ છતાં જાે કોરોનાની ત્રીજી લહેર આવે તો તેને પહોંચી વળવા અને ઓછામાં ઓછા લોકો સંક્રમિત થાય તેવી વ્યવસ્થાઓ આપણે ઊભી કરી રહ્યા છીએ.

આ પ્રસંગે ધારાસભ્ય આત્મારામ ભાઈ પરમાર,જિલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામ ભાઈ તાલુકા પંચાયત પ્રમુખ નીતા બહેન, નગર પાલિકા પ્રમુખ હર્ષા બહેન.પ્લાન્ટ ના દાતા સુનીથ ડી સિલ્વા , જિલ્લા કલેકટર સુમેરા, ગોપીનાથજી દેવમંદિર ચેરમેનશ્રી હરિ જીવન સ્વામી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts