ભાવનગર

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ભાવનગર એરપોર્ટ ખાતે ભાવસભર સ્વાગત

ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ભાવનગરમાં વિવિધ જનસુખાકારીના પ્રકલ્પોના લોકર્પણ અને ખાતમુર્હુત સમારોહમાં ઉપસ્થિતિ આપવા ભાવનગર પધાર્યા હતા. જ્યાં તેમનું ભાવસભર સ્વાગત કરવામાં આવ્યું હતું. ભાવનગર એરપોર્ટ ખાતે મેયરશ્રી ભરતભાઈ બારડ, ડેપ્યુટી મેયર શ્રીમતી મોનાબેન પારેખ, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી રાજુભાઇ રાબડીયા, ધારાસભ્ય સર્વે શ્રી જીતુભાઈ વાઘાણી, શ્રીમતી સેજલબેન પંડયા, શ્રી ગૌતમભાઈ ચૌહાણ, પ્રભારી સચિવ શ્રી આલોક કુમાર પાંડે, જિલ્લા કલેકટરશ્રી આર. કે. મહેતા, મ્યુનિસિપલ કમિશ્નર શ્રી એન. વી. ઉપાધ્યાય, રેન્જ આઇ.જી. શ્રી ગૌતમ પરમાર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. પ્રશાંત જીલોવા, પોલીસ અધિક્ષક શ્રી ડો. હર્ષદ પટેલ સહિતના પદાધિકારીઓ, અધિકારીઓએ અને અન્ય મહાનુભાવોએ ભાવસભર સ્વાગત કર્યુ હતુ.

Related Posts